Anant Ambani’s reception : અનંત અંબાણીના રિસેપ્શનમાં સામેલ થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટર પહોંચ્યા છે. પીએમ મોદી નવવિવાહિત યુગલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને આશીર્વાદ આપશે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પીએમ મોદીનું સ્વાગત કર્યું. અંદર આવીને પીએમ મોદીએ બધાનું અભિવાદન કર્યું. નીતા અંબાણીએ પણ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.
https://twitter.com/MrSinha_/status/1812148354836480257
અનંત અંબાણી અને આકાશ અંબાણીએ પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા. તમને જણાવી દઈએ કે, એક દિવસ પહેલા અનંત અંબાણીએ Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં રાધિકા સાથે સાત ફેરા લીધા હતા.