IND vs ZIM: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 ટી-20 મેચોની શ્રેણીની છેલ્લી મેચ રવિવારે હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ રહી છે. ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા. કેપ્ટન શુભમન ગિલે 14 બોલમાં 13 રન બનાવ્યા હતા.
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 ટી-20 મેચોની શ્રેણીની છેલ્લી મેચ રવિવારે હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ રહી છે.
ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા. છેલ્લી મેચમાં અડધી સદી ફટકારનાર કેપ્ટન શુભમન ગિલ છેલ્લી મેચમાં મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. તેણે 14 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 13 રન બનાવ્યા હતા. ભારતીય કેપ્ટનની વિકેટ રિચર્ડ નગારવાએ લીધી હતી. આ ટૂંકી ઇનિંગ્સ પછી પણ ગિલે સૂર્યકુમાર યાદવનો ખાસ રેકોર્ડ તોડ્યો હતો. જોકે વિરાટ કોહલીથી પાછળ રહી ગયો હતો.
શુભમન ગિલ 5 મેચની T20 શ્રેણીમાં બીજા સૌથી વધુ રન બનાવનાર ભારતીય કેપ્ટન બની ગયો છે.
ઝિમ્બાબ્વે સામેની 5 મેચની T20 શ્રેણીમાં ગિલે 42.50ની એવરેજ અને 125.93ની સ્ટ્રાઈક રેટથી 170 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 2 અડધી સદી પણ ફટકારી હતી. આ પહેલા 2023માં સુકાની તરીકે સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની T20 શ્રેણીમાં 144 રન બનાવ્યા હતા. 2021માં પણ, વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ સામે 5 મેચની T20 શ્રેણીમાં કેપ્ટન તરીકે 231 રન બનાવ્યા હતા.
શ્રેણીની પ્રથમ T20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું હતું.
આ મેચમાં શુભમન ગિલે 29 બોલમાં 31 રન બનાવ્યા હતા. શ્રેણીની બીજી ટી20માં ભારતીય કેપ્ટનનું બેટ કામ નહોતું કર્યું અને તે 4 બોલમાં માત્ર 2 રન જ બનાવી શક્યો હતો. ગીલે ત્રીજી ટી20માં અડધી સદી ફટકારી હતી. તેણે 49 બોલમાં 66 રનની ઇનિંગ રમી હતી. છેલ્લી T20 મેચમાં ગિલે 39 બોલમાં 58 રનની અણનમ ઇનિંગ રમી હતી.