શરૂઆતના દિવસોમાં, અરૂણને ક્યારેય ભણવામાં રસ ન હતો. અને ભણવાના પુસ્તકો તેના ભાઈને આપી દેતા જે આજે ડૉક્ટર છે. 10મા ધોરણની બોર્ડની પરીક્ષા આપ્યા બાદ, અરૂણ તેના કાકાની ચપ્પલની દુકાનમાં સમય પસાર કરવા લાગ્યા. અરૂણ પોતાનો ધંધો કરવાના વિચારથી ઘણાં જ પ્રભાવિત હતાં. ત્યારબાદ અરૂણ સરકારી પોલિટેક્નિક કોલેજમાં જોડાયા અને ડીપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો.
એક સમયે 49 વર્ષીય અરૂણ ખરાટ પૂણેની ચાલીમાં રહેતા અને STD બૂથ ચલાવતાં. અને આજે, અરૂણ શહેરના અતિ પ્રતિષ્ઠિત વિસ્તારમાં રહે છે, અને ‘વિંગ્સ ટ્રાવેલ્સ’ નામની કંપનીના માલિક છે. ‘વિંગ્સ ટ્રાવેલ્સ’ એક એક કાર રેન્ટલ, રેડિયો કેબ અને સ્ટાફ ટ્રાન્સપોર્ટને સંભાળતી કંપની છે જેમાં 600 લોકો કામ કરે છે અને તેનું વાર્ષિક ટર્નઓવર રૂ.140 કરોડ છે.
આવનારા થોડા વર્ષોમાં, ઘણી નોકરીઓ બદલ્યા બાદ, અરૂણે પોતાનો ટ્રાવેલ બિઝનેસ શરૂ કરવાનો નિર્ણય કર્યો. તેમણે એક STD બૂથથી શરૂઆત કરી અને ધીરે ધીરે પ્રાઈવેટ બસ કંપનીના ટિકિટ એજન્ટ બન્યા. વર્ષ 1993-94માં તેમણે ગાડી ભાડે આપવાનું કામ શરૂ કર્યું. વર્ષ 1996માં તેમણે પોતે જ ગાડીઓ ખરીદવાનું અને ધીરે ધીરે ધંધો જમાવવાનું શરૂ કર્યું.
આજે, ‘વિંગ્સ ટ્રાવેલ્સ’ની કેબ્સ દેશના 9 શહેરોમાં- મુંબઈ, પૂણે, ગુરગાંવ, ચેન્નાઈ, હૈદરાબાદ, બેંગલુરુ, ચંડીગઢ, અમદાવાદ તેમજ વડોદરા કાર્યરત છે. તેમણે પોતાનો આ ધંધો થાઈલેન્ડ સુધી વિસ્તાર્યો છે. અરૂણે, ધ વિકેન્ડ લીડરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું,