મહાલ-બરડીપાડા પર માર્ગ પર આજે 50 વિદ્યાર્થીઓ ભરેલી બસ ખાડીમાં ખાબકતા હાહાકાર મચી જવા પામ્યો છે. બસ 300 ફૂટ નીચે ખાડીમાં ખાબકતા દોડધામ મચી જવા પામી છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ, ફાયરવિભાગ સહિતનો કાફલો ઘટનાસ્થળે તાત્કાલીક પહોંચ્યો છે. બસમાં સવાર વિદ્યાર્થીઓ અમરેલી જિલ્લાના છે.
મહત્વનું છે કે, આસપાસના લોકો બચાવ કામગીરી માટે પહોંચ્યા છે. આ બસમાં અમરેલી જિલ્લાના 50 વિદ્યાર્થીઓ હતા. ત્યારે ક્યા કારણોસર બસ ખાડીમાં ખાબકી તે જાણી શકાયું નથી. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બસ ખીણમાં ખાબકતા કેટલાક વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે, 108 એમ્બ્યુલન્સો પણ ઘટનાસ્થળે પહોંચી છે.