જસદણ વિધાનસભા પેટાચૂંટણીની આજે મતગણતરી છે. આ પેટાચૂંટણી ભાજપ અને કોગ્રેસ બંન્ને માટે નાકની લડાઇ છે. ભાજપ તરફથી મંત્રી કુંવરજી બાવળિયા મેદાનમાં છે તો કોગ્રેસ તરફથી અવસર નાકિયા ચૂંટણી લડી રહ્યા છે. મતગણતરી શરૂ થાય તે અગાઉ જ કુંવરજી અને અવસર નાકીયાએ પોતાની જીતના દાવા કર્યા છે. અહીં 20 ડિસેમ્બરે મતદાન થયું હતું જેમાં સરેરાશ 72 મતદાન થયું હતું.
19 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. એક જ સેન્ટરના 14 ટેબલ પર ગણતરી થશે. જસદણની મોડલ સ્કૂલ ખાતે સવારે 8 વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. ત્યારે બપોરે 12 વાગ્યા સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ શકશે કે જસદણની જનતાએ પોતાના પ્રતિનિધિ તરીકે કોને પસંદ કર્યાં છે. 28 ચૂંટણી કર્મચારી દ્વારા મતગણતરીની કાર્યવાહી કરાશે. 17 માઈક્રો ઓબ્ઝર્વરને ફરજ સોંપવામાં આવી. પેરામિલિટરીની એક ટીમ કંટ્રોલરૂમ પર હાજર રહેશે, જેથી સમગ્ર મતગણતરીની પ્રક્રિયા સરળ બનાવી શકાય.
ભાજપ-કૉંગ્રેસ માટે આ જીત ખૂબ મહત્વની છે. જસદણનો જનાદેશ આવશે કે, આ ચૂંટણી કોણ જીતશે. ભાજપ કે કોંગ્રેસ? મ, ત્યારે બધો આધાર જસદણની જનતા પર છે કે તેઓએ કોને પસંદ કરશે.