સુરતથી સાપુતારા પ્રવાસ જવા માટે ઉપડેલી 80 થી વધારે વિદ્યાર્થીઓ ભરેલી બસ ઢાળમાં બ્રેક પર કન્ટ્રોલ ગુમાવતા 300 ફુટ ઉંડી ખાઈમાં ખાબકી હતી, જેમાં 10 બાળકોના મૃત્યુ નિપજ્યા હતા. આ ઉપરાંત 28 થી વધારે બાળોક ઘાયલ થયા હતા, જેમને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આજ રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી સિવિલ હોસ્પિટલ ખાતે આ તમામ ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને તેમને સારવાર ખર્ચ આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત તેમમએ જણાવ્યું હતું કે આ આકસ્માત માં જવાબદારો વિરુદ્ધ પગલા લેવામાં આવશે. તેમણે ઈજાગ્રસ્તો માટે 1 લાખ અને આકસ્માતમાં મૃત્યુ પામેલાના પરીવારજનોને 2.50 લાખ સહાય આપવાની જાહેરાત કરી હતી.