Today Horoscope: રાશિફળ ૧૦ જુલાઈ ૨૦૨૫ – જાણો તમામ રાશિઓનું ભવિષ્ય

Satya Day
3 Min Read

 Today Horoscope ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે ૫ રાશિઓ પર લક્ષ્મી માતાની કૃપા

Today Horoscope આજ ગુરુવાર છે અને સાથે સાથે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ પણ છે. અષાઢ માસની પૂર્ણિમા તિથિએ દેવગુરુ બૃહસ્પતિની પૂજા તથા વેદવિદ્વાન ગુરુઓનો સન્માન કરવા પરંપરા છે. જાણો આજે મેષથી મીન સુધીના જાતકો માટે શું સંકેત આપે છે રાશિફળ, અને કઈ ૫ રાશિઓ પર લક્ષ્મી માતાનું વિશેષ આશીર્વાદ રહેશે.

મેષ (Aries)

આજનો દિવસ આનંદદાયક રહેશે. લગ્નજીવનમાં સુખદ ક્ષણો આવશે. વ્યવસાયમાં વિસ્તરણની શક્યતાઓ છે અને નાણાકીય લાભ મળવાની શકયતા છે. પરિવાર તરફથી સહયોગ મળશે. નવું કાર્ય શરૂ કરવા માટે ઉત્તમ સમય છે.
શુભ રંગ: મજેન્ટા
શુભ અંક: ૦૨Mesh.1.jpg

વૃષભ (Taurus)

હાલાકી છતાં દિવસ લાભદાયક રહેશે. ધાર્મિક કાર્યમાં રોકાણથી ઘરમાં શાંતિ આવશે. જીવનસાથીનું સહયોગ મહત્વપૂર્ણ બની રહેશે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખો.
શુભ રંગ: વાદળી
શુભ અંક: ૦૭

મિથુન (Gemini)

સરકારી કામકાજમાં સફળતા મળશે. બાળકો સાથે સમય પસાર થશે. પરિવાર સાથે સંબંધો મજબૂત બનશે. માર્કેટિંગ અને કમ્યુનિકેશન સંબંધિત કાર્ય માટે શુભ સમય છે.
શુભ રંગ: પીળો
શુભ અંક: ૦૫mithun.1.jpg

કર્ક (Cancer)

પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. પ્રતિભાના આધારે માન-સન્માન મળી શકે છે. વેપારમાં વધારો થશે. જીવનસાથી સાથેનો સમય યાદગાર રહેશે.
શુભ રંગ: લાલ
શુભ અંક: ૦૮

સિંહ (Leo)

કાર્યસ્થળે વધુ જવાબદારીઓ લેશો. ખર્ચમાં વધારો થવાનો સંકેત છે. માનસિક દબાણ છતાં કારકિર્દીમાં આગળ વધશો. જૂના કામમાં સફળતા મળશે.
શુભ રંગ: ગુલાબી
શુભ અંક: ૦૬

કન્યા (Virgo)

અચાનક ભેટ અથવા આનંદદાયક સમાચાર મળવાની શક્યતા છે. વિદ્યાર્થીઓ માટે શુભ સમય. વ્યાવસાયિક નિર્ણયો વિચારીને લો. પ્રતિષ્ઠા વધશે.
શુભ રંગ: લીલો
શુભ અંક: ૦૪Kanya.1.jpg

તુલા (Libra)

નવી તકો પર નજર રાખો. દરેક કામમાં સફળતા મળવાની શક્યતા છે. નફાકારક વ્યાપારિક યાત્રા કે વ્યવહાર થઈ શકે છે. મિત્રો સાથે સમય પસાર થવાની શક્યતા છે.
શુભ રંગ: સોનેરી
શુભ અંક: ૦૫

વૃશ્ચિક (Scorpio)

મહત્વના નિર્ણયો લેવા માટે ઉત્તમ દિવસ. નવો ઓર્ડર અથવા સોદો મળી શકે છે. જીવનસાથી અને પરિવાર તરફથી સહયોગ મળશે. સંપત્તિમાં વૃદ્ધિ શક્ય.
શુભ રંગ: રાખોડી
શુભ અંક: ૦૩

ધન (Sagittarius)

કાર્યક્ષેત્રમાં લાભ અને નવી જવાબદારીઓ મળવાની શક્યતા છે. વિદ્યાર્થીઓ માટે સફળતાનો સમય. સરકાર અથવા ઉચ્ચ અધિકારીઓથી લાભ.
શુભ રંગ: જાંબલી
શુભ અંક: ૦૮

મકર (Capricorn)

દિવસ ઉર્જાવાન રહેશે. વ્યવસાય અને કારકિર્દી માટે અનુકૂળ સમય છે. દિનચર્યામાં સુધારો લાવશો. ઘરેલુ વાતાવરણમાં સંતુલન રહેશે.
શુભ રંગ: પીળો
શુભ અંક: ૦૬

કુંભ (Aquarius)

વિદ્યાર્થીઓ માટે લાભદાયક સમય છે. રાજકીય અથવા સામાજિક સંબંધો લાભ આપશે. જીવનસાથી સાથે ભાવનાત્મક સંબંધ મજબૂત બનશે.
શુભ રંગ: સફેદ
શુભ અંક: ૦૨Meen.1.jpg

મીન (Pisces)

ઘરના વડીલોથી માર્ગદર્શન મળશે. નવું વસ્તુ ખરીદતી વખતે સંપૂર્ણ તપાસ કરો. સ્વાસ્થ્યમાં સુધારો. અભ્યાસ અને કારકિર્દી તરફ ધ્યાન આપો.
શુભ રંગ: ભૂરો
શુભ અંક: ૦૩

આજના દિવસે લક્ષ્મી કૃપાથી ઉજવાતા ૫ રાશિઓ:

મેષ, વૃશ્ચિક, ધન, મકર અને તુલા – આ રાશિઓ માટે આજે નાણાકીય લાભ, શુભ સમાચાર અને આત્મવિશ્વાસ વધારવાનો સમય છે.

 

Share This Article