Surat: સુરતમાં રહેતી અને ગુજરાતી ફિલ્મ જગત સાથે સંકળાયેલી અભિનેત્રી સાથે 6 લાખ રુપિયાની ઠગાઈ હોવાનો મામલો પોલીસ ચોપડે નોંધાયો છે. ફિલ્મ અભિનેત્રીએ પોલીસમાં ફરિયાદ આપતા સમગ્ર મામલો બહાર આવ્યો છે.
વિગતો મુજબ દુબઈથી સસ્તામાં ગોલ્ડ જ્વેલરી લાવવાના બહાને ગુજરાતી ફિલ્મ અભિનેત્રી રિંકલ પટેલ સાથે છેતરપિંડી કરવામાં આવી છે.
રિંકલે ગુજરાતી ફિલ્મોના કાસ્ટિંગ ડાયરેક્ટર અને મિત્ર અનંત ફળદુએ દ્વારા દુબઈથી6 લાખ રુપિયાની ગોલ્ડ જ્વેલરી મંગાવી હતી. રીંકલ પટેલે પોતાની મોટી બહેનને લગ્ન માટે છ લાખ રૂપિયાની ગોલ્ડ જ્વેલરી દુબઈથી મંગાવવાન માટે 6 લાખ રુપિયા અનંતને આપ્યા હતા. અનંત ફળદુએ 6 લાખ રૂપિયા લઈ લીધા બાદ જ્વેલરી આપી નહીં.
સૂત્રો મુજબ જ્લેલરીની માંગ કરવામાં આવતા ફોન બંધ કરીને અનંત ફળદુ ભાગી છૂટ્યો હોાની આશંકા છે.
આખરે રિંકલ પટેલએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે તપાસ શરુ કરી છે.