ભરુચ જિલ્લાના જંહુસરના કાવી-કંબોઈ દરિયામાઁતી ડોલ્ફીન માછલી આવતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું. મળતી માહિતી પ્રમાણે ભરૂચના જંબુસર તાલુકાના દરિયા કિનારે આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ કંબોઈ દરિયામાંથી માછીમાર લોકો મચ્છી પકડવા ગયા હતા ત્યારે માછીમારની જાળમાં 2 ક્વિન્ટલના વજનની ડોલ્ફીન માછલી આવી ગઈ હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્મારણે સ્થાનિક માછીમારોએ ડોલ્ફીનને ઉંડા પાણીમાં લઈ જઈને છોડી મુકી હતી. આ પહેલા અગાઉ પણ બે વખત આ દરિયાકીનારે ડોલ્ફીન માછલી મળી આવી હતી. ડોલ્ફીનને જોવા માટે દરીયાકીનારે લોકો ઉમટી પડ્યા હતા.