Horticulture Farming: પરંપરાગત ખેતીમાંથી બાગાયત તરફનું પરિવર્તન
Horticulture Farming: ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલા ગામના ખેડૂત અમૃતભાઈ પટેલે વાસ્તવમાં સાબિત કર્યું છે કે, “જે ખેડૂત ટેક્નોલોજીનો સહારો લે છે, તે માત્ર પાક ઉગાડતો નથી, પણ સમૃદ્ધિનું ભવિષ્ય પણ સર્જે છે.” અમૃતભાઈ પરંપરાગત ખેતીની મર્યાદાઓને તોડી, બાગાયત ખેતીમાં નવી દિશા આપી રહયા છે. તેમના આ પગલાએ અનેક ખેડૂતમિત્રો માટે પ્રેરણાસૂત્ર બની છે.
અમૃતભાઈ અગાઉ 7 હેક્ટર જમીનમાં પરંપરાગત શાકભાજી ઉગાડતા હતા. પરંતુ રોજિંદી મહેનત છતાં આવકની અનિશ્ચિતતા અને પરંપરાગત ખેતીની મર્યાદાઓ વચ્ચે તેઓ ઘેરાયેલા રહેતા. દરરોજ બજાર ભાવની વધઘટ અને પાક નિષ્ફળ જવાના ડરે તેમની મહેનતને પડકાર આપતો. અંદરથી તેઓ જાણતા કે, આ સ્થિતિ બદલવી જરૂરી છે; ખેતી માત્ર જીવન-વ્યવહારનો માધ્યમ નહીં, પરંતુ સમૃદ્ધિનો માર્ગ બનવો જોઈએ.

Horticulture Farming માટે પ્રથમ પગલાં
2019 માં અમૃતભાઈને બાગાયત ખેતીમાં ઊંડો રસ હતો અને તેમને સરકારની બાગાયત આધારિત યોજનાઓ અંગે માહિતી મળી. તે પછી તેમણે નક્કી કર્યું કે હવે ફળ અને બાગાયત પાકો પર ધ્યાન કેન્દ્રિત કરવું છે. તેમણે બાગાયત ખાતાના માર્ગદર્શન હેઠળ આધુનિક ટેક્નોલોજી અને પદ્ધતિઓ અપનાવવાનું શરૂ કર્યું.
વર્ષ 2019-20 થી તેઓએ પોતાની 7 હેક્ટર જમીન પર સંપૂર્ણપણે બાગાયત ખેતી શરૂ કરી. પ્રથમ ત્રણ વર્ષમાં જામફળ, તરબૂચ અને સક્કર ટેટીની વિવિધ જાતોની ખેતી થઈ. સરકાર દ્વારા ફળપાકોના વાવેતરમાં સહાય, વોટર સોલ્યુબલ ફર્ટિલાઈઝર, મલ્ચિંગ અને પેકિંગ મટિરિયલ્સ પણ પૂરી પાડવામાં આવી, જેનાથી તેમનો આત્મવિશ્વાસ વધ્યો.
Horticulture Farming માં સફળતા અને આવક
આજના દિવસે અમૃતભાઈ 7 હેક્ટરમાં જામફળ, લીંબુ અને અન્ય ફળોના પાક ઉગાડવામાં સફળ રહ્યા છે. બાગાયત ખાતા તરફથી પેકિંગ માટે પ્રત્યેક હેક્ટર આશરે રૂ.7,500 સુધીની સહાય મળે છે, જેના માધ્યમથી તેઓ પોતાના પાકનું આકર્ષક પેકેજિંગ કરીને અમદાવાદ અને ગાંધીનગરના બજારોમાં વેચાણ કરે છે.
બાગાયત ખેતીના પ્રથમ ત્રણ વર્ષમાં અમૃતભાઈએ રૂ.42 લાખથી વધુની આવક મેળવી, જેમાંથી રૂ.27 લાખનો ચોખ્ખો નફો થયો. ગત વર્ષે 2024-25માં તેમની વાર્ષિક આવક રૂ.18 લાખ અને નફો રૂ.9 લાખ સુધી પહોંચ્યો. આ આંકડાઓ દર્શાવે છે કે Horticulture Farming અપનાવવાથી પરંપરાગત ખેતી કરતાં વધુ અને સ્થિર આવક મળી શકે છે.

ખેડૂત સમાજ માટે સંદેશ
અમૃતભાઈ કહે છે કે, પરિવર્તન એટલે ધરતીનો બીજ. તેને સ્વીકારો, શીખો અને આગળ વધો. યોગ્ય જ્ઞાન, ટેક્નોલોજી અને સરકારી સહાયથી Horticulture Farming માત્ર જીવન-નિર્વાહનું સાધન નહીં, પણ સમૃદ્ધિનું સન્માનજનક માધ્યમ બની શકે છે.
બાગાયત ખેતી અપનાવવાથી અમૃતભાઈને માત્ર આવકમાં વધારો નથી થયો, પરંતુ સામાજિક માન્યતા અને સન્માન પણ મળ્યું છે. તેમની સફળતા હવે અન્ય ખેડૂતો માટે સ્પષ્ટ માર્ગદર્શન અને પ્રેરણા બની રહી છે.

