BJP: BJPએ ગુરુવારે અડધી રાત્રે બિહાર અને રાજસ્થાન માટે નવા પ્રદેશ પ્રમુખોના નામની જાહેરાત કરી છે. આ સિવાય છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રભારીઓના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ દ્વારા હસ્તાક્ષર કરાયેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિધાન પરિષદના સભ્ય ડૉ. દિલીપ જયસ્વાલને સમ્રાટ ચૌધરીના સ્થાને બિહારના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂંકો તાત્કાલિક અસરથી અમલમાં આવી છે.
એ જ રીતે રાજ્યસભાના સાંસદ મદન રાઠોડને સી.પી. જોશીના સ્થાને
BJP રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે. સાંસદ રાધા મોહન દાસ અગ્રવાલને રાજસ્થાનના પ્રભારી અને વિજયા રાહટકરને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ડો.રાજદીપ રોયને ત્રિપુરાના પ્રભારી અને હરીશ દ્વિવેદીને આસામના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. પાર્ટીના સાંસદ અતુલ ગર્ગ ચંદીગઢના પ્રભારી હશે અને અરવિંદ મેનન તમિલનાડુ અને લક્ષદ્વીપના પ્રભારી હશે. સુધાકર રેડ્ડીને તમિલનાડુના સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે.
રાજસ્થાન BJPને હવે રાજ્યસભાના સાંસદ મદન રાઠોડના રૂપમાં નવા પ્રદેશ અધ્યક્ષ મળ્યા છે.
આવી સ્થિતિમાં હવે ભજનલાલ કેબિનેટમાં ફેરબદલ અને વિસ્તરણનો વારો છે. રાજ્યની પાંચ વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી પહેલા ભજનલાલ કેબિનેટમાં ફેરફાર થઈ શકે છે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.