Priyanka Gandhi Vadra: કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શુક્રવારે ગાઝામાં નિર્દોષ લોકોના મોત પર ચિંતા વ્યક્ત કરી હતી. ઈઝરયેલના કૃત્યને ‘અસ્વીકાર્ય’ ગણાવીને ‘દુનિયાની દરેક સરકાર’ને ગાઝા પર ઈઝરાયેલના સૈન્ય હુમલાની નિંદા કરવાની અપીલ કરી.
Priyanka Gandhi Vadraએ પોસ્ટ કર્યું હતું કે “હજારો નિર્દોષ બાળકો માટે માત્ર બોલવું પૂરતું નથી.” તેમણે આગળ લખ્યું, ” દરેક યોગ્ય વિચારધારા ધરાવતા વ્યક્તિની નૈતિક જવાબદારી છે (જેમાં નફરત અને હિંસામાં વિશ્વાસ નથી તેવા તમામ ઇઝરાયેલી નાગરિકો સહિત) અને વિશ્વની દરેક સરકારની જવાબદારી છે કે નરસંહારની નિંદા કરે.” અને તેને રોકવા માટે દબાણ કરે.”
પ્રિયંકા ગાંધીએ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પર પણ નિશાન સાધ્યું હતું.
વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ બુધવારે યુએસ કોંગ્રેસના સંયુક્ત ગૃહોને સંબોધિત કર્યા. આ પછી બંને ગૃહોના સાંસદોએ ઉભા થઈને તેમના માટે તાળીઓ પાડી હતી. તે જ સમયે, કેટલાક નેતાઓએ ઇઝરાયેલના વડા પ્રધાનના ભાષણને ઐતિહાસિક ગણાવ્યું હતું.
Priyanka Gandhi Vadraએ કહ્યું કે સભ્યતા અને નૈતિકતાનો દાવો કરતી
દુનિયામાં તેમની ક્રિયાઓ અસ્વીકાર્ય છે. અમેરિકન નેતાઓ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે જે લોકો માનવતા અને સભ્યતામાં વિશ્વાસ રાખે છે તેમણે આવું ન કરવું જોઈએ. ગાઝામાં ઈઝરાયેલ દ્વારા જે બર્બરતા કરવામાં આવી રહી છે તેને પશ્ચિમી દેશોના સમર્થનમાં જોઈને શરમ આવે છે.
તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે પ્રિયંકા ગાંધી વાડ્રાએ
ગાઝામાં ઈઝરાયેલની કાર્યવાહીને સમર્થન આપવા બદલ આંતરરાષ્ટ્રીય સમુદાયની ટીકા કરી હોય. ફેબ્રુઆરીમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે ન્યાય, માનવતા અને આંતરરાષ્ટ્રીય શિષ્ટાચારના તમામ નિયમો તૂટી ગયા છે. તેણે આંતરરાષ્ટ્રીય સમુદાય પર ગાઝામાં થઈ રહેલા નરસંહાર પ્રત્યે આંધળો હોવાનો આરોપ લગાવ્યો.