અમદાવાદના રસ્તાઓ બનશે વધુ ટકાઉ — પીરાણા વિસ્તારમાં શરૂ Ahmedabad Road Technology Projectનો પાયલોટ પ્રયોગ
Ahmedabad Road Technology Project: અમદાવાદના રસ્તાઓ વરસાદની સીઝન બાદ તૂટી જવા માટે જાણીતા છે, જેના કારણે નાગરિકો સતત મુશ્કેલી અનુભવે છે. હવે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે Ahmedabad Municipal Corporation (AMC) એ નવી પહેલ શરૂ કરી છે. એએમસી શહેરમાં પહાડી વિસ્તારોમાં વપરાતી ટેકનોલોજીને આધારે રસ્તાઓ બનાવવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરી રહી છે.
રોડના બેઝમાં પોલીઇથીલિનની શીટથી મજબૂત આધાર
માહિતી અનુસાર, પરંપરાગત રીતે રોડ બનાવતી વખતે ત્રણ લેયર વપરાય છે. પરંતુ આ નવી ટેકનોલોજીમાં રોડના બેઝમાં પોલીઇથીલિનની ચાર એમએમ જાડાઈની શીટ મૂકવામાં આવશે. આ શીટ રોડને ભેજ, વરસાદ અને ધરાશાયી થવાથી સુરક્ષિત રાખશે.
આ કારણે રોડનું ટકાઉપણું વધશે, તૂટફૂટ ઘટશે અને મેન્ટેનન્સ ખર્ચ પણ ઓછો થશે.

એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, “આ ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી રોડ બનાવવા માટેની લેયર ઘટશે અને કુલ ખર્ચમાં લગભગ 30 ટકા બચત થશે.”
પાયલોટ પ્રોજેક્ટ પીરાણા વિસ્તારમાં શરૂ
આ ટેકનોલોજીનો પ્રથમ પ્રયોગ પીરાણા વિસ્તાર પાસે કરવામાં આવશે. જો આ રોડ સફળ અને ટકાઉ સાબિત થશે તો, આવનારા સમયમાં સમગ્ર અમદાવાદ શહેરમાં આ જ પદ્ધતિથી રોડ બનાવાશે.
ખાસ વાત એ છે કે આ ટેકનોલોજીનો ઉપયોગ હાલ ઉત્તર-પૂર્વી રાજ્યોમાં થાય છે જ્યાં પહાડી અને વરસાદી પરિસ્થિતિ વધુ કઠોર હોય છે.

દરેક ચોમાસા બાદ ‘રોડ’ નહીં, ‘રાહત’ મળશે
દર ચોમાસે રોડ તૂટી જવાના દ્રશ્યો હવે કદાચ ઇતિહાસ બનશે. જો Ahmedabad Road Technology Project સફળ થશે, તો નાગરિકોને ધસેલા રસ્તા, પાણી ભરાવા અને ખાડાઓમાંથી રાહત મળશે.
એએમસીના દાવા મુજબ, “આ નવી ટેકનોલોજી શહેરને સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરફ લઈ જશે.”

