Monsoon Session of Parliament: લોકસભામાં બજેટ પર ચર્ચામાં ભાગ લેતાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે તમે દેશના યુવાનો માટે બેરોજગારીનો ચક્રવ્યૂહ ઉભો કર્યો છે. એક તરફ બેરોજગારીનો ચક્રવ્યૂહ છે તો બીજી તરફ પેપર લીકનો ચક્રવ્યૂહ છે. બજેટમાં નાણામંત્રીએ ‘પેપર લીક’ પર એક પણ શબ્દ નથી બોલ્યા, 20 વર્ષમાં શિક્ષણ માટે સૌથી ઓછું બજેટ આપવામાં આવ્યું છે. સરકારે બજેટમાં મધ્યમ વર્ગ સાથે દગો કરાયો છે, હવે મધ્યમ વર્ગ સરકાર છોડીને ‘ઈન્ડિયા’ ગઠબંધન સાથે આવી રહ્યો છે. રાહુલ ગાંધીએ સરકારને ઘેરતા વધુમાં કહ્યું કે તમને જ્યાં પણ તક મળે છે ત્યાં તમે ચક્રવ્યુહ બનાવો છો અને અમે ચક્રવ્યુહને તોડવાનું કામ કરીએ છીએ.
Monsoon Session of Parliament સમાજવાદી પાર્ટી (SP)ના અધ્યક્ષ અખિલેશ યાદવે લોકસભામાં દિલ્હી કોચિંગ સેન્ટરમાં
3 વિદ્યાર્થીઓના મોતનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે આ ઘટના દુઃખદાયક છે. અમે આ યુપીમાં જોઈ રહ્યા છીએ, જ્યાં ગેરકાયદેસર ઈમારતો બાંધવામાં આવે છે… સરકાર બુલડોઝર ચલાવે છે. શું આ સરકાર બુલડોઝરનો ઉપયોગ કરશે?
જ્યારે ભાજપનાં સાંસદ બાસુરી સ્વરાજે કોચિંગ સેન્ટરની ઘટના પર દિલ્હી સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે જૂના રાજેન્દ્ર નગરમાં કોચિંગ સેન્ટરના ભોંયરામાં ગટરનું પાણી ઘૂસી ગયું હતું. જેમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા. આ બાળકો તેલંગાણા, કેરળ અને યુપીથી આવ્યા હતા. આ બાળકો આઈએએસની તૈયારી કરવા, પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરવા આવ્યા હતા, પરંતુ દિલ્હી સરકારની બેદરકારીનાં કારણે તેમણે પોતાનો જીવ ગુમાવ્યો.
બાંસુરી સ્વરાજે આમ આદમી પાર્ટીની સરકારને ઘેરતા કહ્યું કે
તમે એક દાયકાથી સત્તા ભોગવી રહ્યા છો, પરંતુ સ્થિતિ વધુ ખરાબ છે. સ્વરાજે માંગ કરી હતી કે એક સમિતિની રચના કરવામાં આવે અને આ મામલે તપાસ કરવામાં આવે.
અગ્નિવીરોને લઈને રાહુલ ગાંધીના નિવેદન પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે
તમે બજેટ પર ચર્ચા કરતા કહ્યું કે યુવા અગ્નિવીર ચક્રવ્યૂહમાં અટવાઈ ગયા છે, અગ્નિવીર માટે પેન્શન માટે કોઈ જોગવાઈ નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં ભયનું વાતાવરણ છે. ભારતે નોકરીઓ આપી, નાના અને મધ્યમ ઉદ્યોગો આપ્યા, તેમના પર નોટબંધી, જીએસટી અને ટેક્સ ટેરરિઝમ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.