Jammu-Kashmir: દેશમાં એક તરફ ચોમાસાની સિઝન બરાબરની જામી છે ત્યારે જમ્મુ-કાશ્મીરમાં હાલ ઉનાળા જેવી હાલત છે. એટલું જ નહીં જુલાઈ મહિનામાં બે દિવસ પ્રાથમિક શાળાઓ બંધ રાખવી પડી હતી. કારણ કે ત્યાં હિટવેવ ચાલી રહ્યું છે. કાશ્મીરમાં તમામ ખાનગી અને સરકારી શાળાઓને 29 અને 30 જુલાઈએ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
Jammu-Kashmir કાશ્મીરના ડિવિઝનલ કમિશનર વીકે બિધુરીએ આ આદેશ જાહેર કરીને કહ્યું કે
વિદ્યાર્થીઓને બોલાવવામાં ન આવે. જો કે શિક્ષકોને શાળામાં હાજર રહેવા જણાવાયું છે. તેમણે આદેશમાં કહ્યું છે કે ઘાટીમાં ચાલી રહેલા હિટવેવને કારણે સરકારી અને ખાનગી શાળાઓને 29 અને 30 જુલાઈ સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. દક્ષિણ કાશ્મિરના અનંતનાગ જેવા વિસ્તારોમાં સ્થિતિ એવી છે કે લોકો કોતરોમાં ન્હાવા જતા જોવા મળે છે.
એક સ્થાનિક નાગરિકે કહ્યું કે ગ્લોબલ વોર્મિંગને કારણે આવી સ્થિતિ બની રહી છે.
શ્રીનગર સહિત કાશ્મિરના મોટાભાગના વિસ્તારોમાં આટલી તીવ્ર ગરમી જોવા મળી નથી. ગરમીના કારણે લોકોને બચવા માટે તળાવો, કોતરો અને ધોધનો સહારો લેવો પડે છે.
કાશ્મીરમાં ગરમીએ જુલાઈમાં જ છેલ્લા 25 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે.
રવિવારે શ્રીનગરમાં તાપમાન 36 ડિગ્રી સેલ્સિયલ પર પહોંચી ગયું હતું. નવમી જુલાઈએ 1999 પછી પ્રથમ વખત શ્રીનગરમાં જુલાઈ મહિનામાં આટલું ઊંચું તાપમાન જોવા મળ્યું હતું. અત્યાર સુધી શ્રીનગરમાં સૌથી વધુ તાપમાન 10 જુલાઈ, 1946માં નોંધાયું હતું. ત્યારબાદ તાપમાન 38.3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. દક્ષિણ કાશ્મીરના કાઝીગુંડ અને કોકરનાગમાં પણ પણ રવિવારે તાપમાન 35.6 ડિગ્રી સેલ્સિયલ રહ્યું હતું. આ સિવાય કોકરનાગમાં પણ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ હતું.