Electric vehicle : કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે 23 જુલાઈ 2024 ના રોજ સંસદમાં તેમનું સતત સાતમું બજેટ રજૂ કર્યું. સતત ત્રીજી વખત સત્તામાં આવેલી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારનું આ 11મું બજેટ છે. મોદી સરકાર 3.O ના આ પ્રથમ કેન્દ્રીય બજેટ 2024 માં, લોકોને કેટલીક જગ્યાએ થોડી રાહત જોવા મળી છે.
દેશના ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગ માટે મોટી જાહેરાત
બજેટ 2024માં દેશના ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ 2024ના ભાષણમાં કોબાલ્ટ, લિથિયમ અને કોપરના 7725 મહત્વપૂર્ણ ખનિજો પરની કસ્ટમ ડ્યૂટીને સંપૂર્ણ રીતે દૂર કરવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે કસ્ટમ ડ્યુટી હટાવવાથી દેશમાં લિથિયમ આયન બેટરીનું ઉત્પાદન સસ્તું થઈ જશે. લિથિયમ બેટરીની વાત કરીએ તો લિથિયમ બેટરીમાંથી બનેલી કોઈપણ વસ્તુ સસ્તી થશે. તમને જણાવી દઈએ કે ઇલેક્ટ્રિક વાહનો ફક્ત લિથિયમ બેટરી પર ચાલે છે. ફોનની અંદરની બેટરી પણ લિથિયમ બેટરી છે. કોઈપણ રિચાર્જેબલ વસ્તુ હવે સસ્તી થવા જઈ રહી છે.
કાર, બાઇક અને સ્કૂટર પણ સસ્તા થવાની આશા છે.
મુખ્યત્વે બે ઘટકો લિથિયમ અને કોબાલ્ટનો ઉપયોગ બેટરી બનાવવામાં થાય છે. કસ્ટમ ડ્યુટી હટાવવાને કારણે તેમની કિંમતોમાં ઘટાડો થયો છે. જેના કારણે લિથિયમ બેટરી પર ચાલતી કાર, બાઇક અને સ્કૂટર પણ સસ્તા થવાની આશા છે. તેનાથી દેશમાં ઈલેક્ટ્રિક વાહનો ખરીદનારા લાખો ગ્રાહકોને ફાયદો થશે. ઈલેક્ટ્રિક વાહનો ઉપરાંત બેટરી ઓપરેટેડ ડ્રોનની કિંમતમાં પણ ઘટાડો થશે. કસ્ટમ ડ્યુટી મુક્તિ ઉપરાંત, મંત્રીએ આમાંથી બે ખનિજો પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવાની પણ જાહેરાત કરી છે.