સરકાર દ્વારા નોટબંધી અમલ માં આવ્યા બાદ કરોડો રૂપિયા નું કાળું નાણુ રાતોરાત વ્હાઇટ કરવાનીવાત બહાર આવ્યા બાદ તંત્ર ઊંઘતું ઝડપાયું છે. અને સામાન્ય લોકો લાઈનો માં દિવસો પસાર કરી રહ્યા છે ત્યારે અસલિયત બહાર આવતા લોકો માં નારાજગી જોવા મળી રહી છે વિગતો મુજબ નોટબંધી બાદ સરકારી અને ખાનગી બેન્કો સહિતની અન્ય બેન્કોમાં મોટેપાયે કાળા નાણા વ્હાઈટ કરવામાં માલેતુજારોને બેંકના ઉચ્ચ અધિકારીઓ મદદરૂપ બન્યાના એક પછી એક કિસ્સાઓ બહાર આવતા અને રીઝર્વ બેન્ક સુધી છેડો પહોંચતા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાએ પોતાના પારદર્શિત વહીવટની પ્રતિતિ કરાવવા માટે સીબીઆઈ દ્વારા કોઈ તપાસ થાય તે પહેલા જ જાતે જ પોતાના બેન્કના નોટબંધી બાદના વહીવટની ગુજરાતભરમાં ખાનગી તપાસ શરૂ કરાઈ હોવાનું કહેવાય છે.
પ્રાથમિક તપાસમાં જ કેટલાક શંકાના દાયરામાં આવ્યા છે અને માણસા ગામ તરફની બેન્કની એક શાખામાં એક કર્મચારીએ હેરફેર કર્યાના પુરાવાઓ સાંપડતા તે સામે કાર્યવાહી થયાનું પણ બીનસત્તાવાર રીતે જાણવા મળે છે. જો કે સ્ટેટ બેન્ક દ્વારા નોટબંધી બાદ ગ્રાહકોને કોઈ તકલીફ ન પડે તે માટે તમામ કાળજી લેવામાં આવી હતી. બેન્કના ઉચ્ચ અધિકારી દ્વારા પણ સોશ્યલ મિડીયાના માધ્યમ દ્વારા તથા પ્રિન્ટ મિડીયા દ્વારા બેન્કોની સ્થિતિ સ્પષ્ટ કરી લોકોને સહકાર આપવા સહિતના પગલાઓ લઈ અનોખી પહેલ પણ કરવામાં આવી છે. નોટબંધી બાદ કેટલીક રાષ્ટ્રીયકૃત બેન્કો તથા ખાનગી બેન્કો અને અન્ય બેન્કોમાં મહાનુભાવોના નાણાની મોટેપાયે સીસીટીવી કેમેરા બંધ કરી તથા નોટબંધી સમયે રીઝર્વ બેન્કે માગેલ સમરી પણ કરામતથી કોમ્પ્યુટરમાં ચેન્જ કરી હેરફેર કર્યાના આરોપોની ઝડી વરસતા સમગ્ર મામલાની તપાસ સીબીઆઈ દ્વારા શરૂ થઈ છે. સીબીઆઈમાં બેન્કીંગ લગત હવાલો સંભાળતા જોઈન્ટ ડાયરેકટર એવા ગુજરાત કેડરના એડીશ્નલ ડીજીપી કક્ષાના કાર્યદક્ષ અને અનુભવી એવા અરૂણકુમાર શર્માને નોડલ ઓફિસર બનાવી સમગ્ર મામલાની તપાસ તેમના સુપરવિઝન નીચે ચાલી રહી છે. હાલમાં પ્રાથમિક તબક્કે જ સીબીઆઈના આ જોઈન્ટ ડાયરેકટર દ્વારા દેશભરમાં થયેલી ગેરરીતિના આરોપના ૧૨ મોટા કિસ્સાઓ હાથ પર લેવામાં આવ્યા છે.મીડિયા માં એકપછી એક નોટબંદી ના કાળા કારોબાર ની વિગતો બહાર આવતા લોકો ચોકી ઉઠ્યા છે ,ત્યારે હવે થનારી તપાસો માં સાચી હકીકત બહાર આવવાની શક્યતાઓ વ્યક્ત થઇ રહી છ.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.