PM Modi સંસદમાં SC-ST સાંસદોને મળ્યા, ક્વોટા પર આપ્યું આ મોટું આશ્વાસન
PM Modi અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ક્વોટાના પેટા-વર્ગીકરણની તરફેણમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પર રાજકીય ગરમાવો વધી રહ્યો છે. દરમિયાન, ભાજપના એસસી/એસટી સાંસદોએ આજે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી.
અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ક્વોટાના
પેટા-વર્ગીકરણની તરફેણમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પર રાજકીય ગરમાવો વધી રહ્યો છે. દરમિયાન, ભાજપના એસસી/એસટી સાંસદોએ આજે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન, પીએમએ તેમને ખાતરી આપી અને કહ્યું કે SC/STમાં ક્રીમી લેયર લાગુ કરવામાં આવશે નહીં.
લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના ચિરાગ પાસવાન અને રામદાસ આઠવલેએ પણ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.