Awami League Ban શેખ હસીનાની મુશ્કેલીઓ વધી, માનવતા વિરુદ્ધના ગુનાઓના ગંભીર આરોપો
Awami League Ban બાંગ્લાદેશની ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના સામે હાલાત દિવસો વધારે મુશ્કેલ બનતા જઈ રહ્યા છે. માનવતા વિરુદ્ધના ગુનાઓ સંબંધિત પાંચ અલગ-અલગ કેસમાં ઢાકાની વિશેષ ટ્રિબ્યુનલે તેમની વિરુદ્ધ આપચારિક આરોપો ઘડ્યા છે.
શું છે મામલો?
2024ના જુલાઈ-ઓગસ્ટમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દબાવવા દરમિયાન, જે હિંસક બની ગયું હતું, તેમાં લગભગ 1,400 નાગરિકોના મૃત્યુ થયા હતા. મોટા ભાગના મૃત્યુ પામેલા લોકો યુવાનો અને વિદ્યાર્થીઓ હતાં. ટ્રિબ્યુનલ મુજબ, આ હિંસામાં શેખ હસીના, પૂર્વ ગૃહમંત્રી અસદુઝ્ઝમાન ખાન અને પૂર્વ પોલીસ વડા અબ્દુલ્લા અલ મામુનનું પ્રમુખ ભૂમિકા હતી.
શેખ હસીના અને અન્ય આરોપીઓ
શેખ હસીના અને અસદુઝ્ઝમાન ખાન હાલ બહાર છે અને સુનાવણીમાં હાજર નથી.
અબ્દુલ્લા અલ મામુન જેલમાં છે અને તેમણે તેમના પર લાગેલા આરોપો સ્વીકારી લીધા છે.
આવામી લીગ પર પ્રતિબંધ
મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારે શેખ હસીનાની રાજકીય પાર્ટી આવામી લીગ પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલમાં કેસની પૂર્તિ સુધી અમલમાં રહેશે. સાથે સાથે, ICT કાયદામાં ફેરફાર કરીને હવે કોઈપણ રાજકીય પાર્ટી સામે સીધી કાર્યવાહી શક્ય બની છે.
સુરક્ષા મુદ્દા અને સરકારે લીધેલા પગલાં
આ પગલાં એ હિંસાગ્રસ્ત ચળવળના નેતાઓ અને સાક્ષીઓની સુરક્ષા માટે લેવામાં આવ્યા છે.
સરકારના જણાવ્યા પ્રમાણે, દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વના રક્ષણ માટે આવી કાર્યવાહી જરૂરી હતી