ફેમસ સિંગર નેહા કક્કર ડિપ્રેશનમાં છે. બોલિવૂડ સિંગરે પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર સ્ટોરી શૅર કરતા લખ્યુ છે કે, ‘Yes, I am in Depression’. થોડા દિવસ પહેલા જ નેહા કક્કરે પોતાના એક્ટર બોયફ્રેન્ડ હિમાંશ કોહલી સાથે બ્રેકઅપ થયુ છે. નેહાએ બ્રેકઅપ પછી તમામ બાબતોને ભૂલીને પોતાનુ મન કામમાં પરોવ્યુ છે. નેહાની તમામ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ જોઇને સરળતાથી કહી શકાય કે નેહાએ બ્રેકઅપ પછી ફૂલ ફોકસ કામમાં આપ્યુ છે. પરંતુ હવે નેહાએ ચોંકાવનારી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી છે.
આ પહેલી વખત નથી જ્યારે સોશ્યલ મીડિયાની મદદથી નેહાએ પોતાનું દુખ વ્યકત કર્યુ હોય. બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ પછી એક ઇમોશનલ પોસ્ટ કરતા નેહાએ લખ્યુ હતુ કે, ”મને ખ્યાલ નથી કે આ દુનિયામાં આટલા ખરાબ લોકો પણ રહે છે. બધું જ ગુમાવ્યા બાદ હવે હોશમાં આવ્યા તો પણ શું. મને ખ્યાલ છે કે હું એક સેલિબ્રિટી છું અને હું આવું લખું તેવી આશા કોઈને નહીં હોય પરંતુ આખરે હું એક માણસ છું. આજે હું વધુ પડતી ભાંગી પડી છું અને તેથી જ મારી લાગણીઓને કંટ્રોલ કરી શકું એમ નથી. મને ખ્યાલ છે કે હવે તમામ લોકો વાત કરશે અને મને આ જ વાત પર જજ કરશે. ખબર નહીં લોકો શું બોલશે. કેટલાંક લોકો તો એવી વાતો પણ કરશે, જે મેં ક્યારેય કરી જ નથી પરંતુ મને આની આદત પડી ગઈ છે. બધું સાંભળવાની અને હવે સહન કરવાની. મને ખ્યાલ છે કે સેલિબ્રિટિઝના 2 ચહેરાઓ હોય છે. એક પર્સનલ તથા એક પ્રોફેશનલ. પર્સનલ લાઈફ ભલે ગમે તેટલી ખરાબ ચાલતી હોય પરંતુ પ્રોફેશનલ લાઈફમાં હંમેશા હસતા રહેવું પડે છે.”