Trade Deficit:જુલાઈ મહિનામાં ભારતની મર્ચેન્ડાઈઝ નિકાસ 1.2% ઘટીને $33.98 બિલિયન થઈ છે.
Trade Deficit એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં તે $34.39 બિલિયન હતું. બુધવારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પરથી આ વાત સામે આવી છે.
બીજી તરફ જુલાઈ મહિનામાં દેશની આયાત 7.45%
વધીને $57.48 અબજ થઈ છે. એક વર્ષ અગાઉના સમાન મહિનામાં તે $53.49 બિલિયન હતું. સરકાર દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર, જુલાઈ મહિનામાં દેશની વેપાર ખાધ (કુલ નિકાસ અને કુલ આયાત વચ્ચેનો તફાવત) 23.5 અબજ ડોલર હતી.
વાણિજ્ય સચિવ સુનીલ બર્થવાલે જણાવ્યું હતું કે નવીનતમ વલણો જોતા એવું લાગે છે કે ચાલુ નાણાકીય વર્ષમાં માલ અને સેવાઓની કુલ નિકાસ ગયા વર્ષના આંકડાને વટાવી જશે.જૂન મહિનામાં દેશની કુલ વેપારી નિકાસ 2.56 ટકાના વધારા સાથે $35.2 અબજ હતી. જ્યારે તે સમયે દેશની વેપાર ખાધ 20.98 અબજ ડોલર હતી.
ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી જુલાઈ વચ્ચે
દેશની કુલ નિકાસમાં 4.15%નો વધારો થયો છે અને તે $144.12 બિલિયન સુધી પહોંચી ગયો છે. બીજી તરફ, આ સમયગાળા દરમિયાન દેશની આયાત 7.57% વધીને $229.7 બિલિયન થઈ છે.