થોડા સમયથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દરેક ભારતીયના ખાતામાં 15 લાખ રૂપિય જમા કરાવશે તેવી વાતો વહેતી થઈ હતી. એ વાતો કેટલી સત્ય છે તેની તો જાંચ પડતાલ કરવી પડે. કારણ કે કોંગ્રેસના હાથમાં આ મુદ્દો આવી જતા નરેન્દ્ર મોદી સરકારને ચારે તરફથી ઘેરવાના પ્રયાસો થયા હતા. નરેન્દ્ર મોદીએ વાયદો આપ્યો હતો આમ કહી સરકારને ચારેખાનો ચિત્ત કરી દીધી હતી. સોશિયલ મીડિયાથી લઈને પાનના ગલ્લા સુધી વાતો થતી હતી કે નરેન્દ્ર મોદી દરેક ભારતીયના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવશે પણ આ વચ્ચે કેટલાક લોકો એવા છે જેમના ખાતામાં 15 લાખ રૂપિયા જમા થઈ ચૂક્યા છે.
કેટલાક ભારતીયો જેઓ સદનસીબે પંદર લાખ રૂપિયાના હકદાર બન્યા છે. આ એ ભારતીયો છે જેમણે ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતી લીધી. એટલે કે ભારતની ક્રિકેટ ટીમ. ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા એક ટ્વીટ કરવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ જીતતા તેમના ખાતામાં 15 લાખ રૂપિયા પડી ગયા છે.
એશિયાની પ્રથમ ટીમ બનવાનું ભારતને સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું જે ઓસ્ટ્રેલિયાના ઘરમાં ઘુસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી આવી હતી. સર્જિકલ સ્ટ્રાઈકલ એટલે કે ક્રિકેટમાં જીતની સ્ટ્રાઈક. જેના પરિણામે આ ખેલાડીઓના ખાતામાં 15 લાખ રૂપિયા જમા થઈ ગયા છે મિત્રો….