Bharuch: સીટી સર્વે અધિકારી હાંસોટ ખાતે છેલ્લા એક માસથી ગેરહાજર રહેતા ગામ લોકો ને ધરમ ના ધક્કા ખાવાનો વાળો આવ્યો છે
Bharuch સીટી સર્વે અધિકારી ની નિમણૂક કરવાની માંગ ઉઠવા પામી છે.
હાંસોટ તાલુકા માં અઠવાડીયામાં એક જ દિવસ સીટી સર્વે અધિકારી ને આવવાનું સરકાર દ્વારા ગોઠવવામાં આવ્યુ છે તેમ છતાં પણ છેલ્લા એક મહિનાથી હાંસોટ સીટી સર્વે અધિકારી હાંસોટ મામલતદાર કચેરી માં તેઓની નિયત કરેલી ઓફિસમાં છેલ્લા એક માસથી ઉપસ્થિત રહેતાં નથી.
આ અંગે સીટી સર્વે અધિકારી સાથે ટેલીફોનીક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે મારી પાસે અન્ય ગામો ની જવાબદારી હોય મારાથી હાંસોટ આવી શકાતું નથી તો હાંસોટની પ્રજા કોના ભરોસે? હાંસોટ ના લોકો એક મહિના થી ધક્કા ખાઈ ને વીલા મોઢે પાછા ફરી રહ્યાં છે તો રેગ્યુલર સીટી સર્વે અધિકારી ની નિમણૂક કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
અઝહર પઠાન હાંસોટ