Bharuch: અનઅધિકૃત રીતે ગેસ રિફિલિંગનો પર્દાફાશ, 2 ઇસમોની કરાઇ અટકાયત
Bharuch: પોલીસ મહાનિરીક્ષક સંદીપસિહ વડોદરા વિભાગ, વડોદરા તથા પોલીસ અધિક્ષકશ્રી મયુર ચાવડા ભરૂચનાઓની સુચના અને માર્ગદર્શન આધારે, પો.ઇન્સ.શ્રી એ.એ.ચૌધરીનાએ પોતાની ટીમ કાર્યરત કરતા એસ.ઓ.જી. ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન પો.કો.સુરેશભાઇ રામસીંગભાઇ નાઓને બાતમીદારથી મળેલ બાતમી આધારે રેઇડ કરતા ઉમરાજગામની સીમમા ઉમરાજ થી ચાવજ જતા રોડ ઉપર બોલેરો પીકપ ગાડી નંબર-GJ-16-AU-8749 માં આ કામના આરોપી (૧) પ્રકાશચંદ બીરૂરામ બિશ્નોઈ તથા (૨) સુભાષ રામુરામ સીંગડ નાઓએ ગ્રાહકોને ફાળવવામાં આવેલ બોટલોમાંથી થોડો થોડો ગેસ કાઢી બીજાને વેચી દેવા માટે અનઅધિકૃત એક ગેસની બોટલમાથી બીજી બોટલમા સળગી ઉઠે તેવો પ્રદાર્થ ટ્રાન્સફર કરી બેદરકારી દાખવી પોતાની તથા અન્ય માણસની જીંદગી જોખમમાં મુકાય એવુ કૃત્ય કરતા ભરૂચ શહેર “એ” ડીવી. પો.સ્ટે. માં બી.એન.એસ. કલમ-૨૮૭, ૧૨૫ મુજબ ગુનો દાખલ કરાવેલ છે.
અઝહર પઠાન ભરૂચ