પાછલા દિવસોમાં સ્વાઈન ફ્લૂમાં સપડાયેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને આજે સવારે એઈમ્સમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ અંગે ભાજપના નેતા અનિલ બલૂનીને માહિતી આપી હતી. જણાવી દઈએ કે બુધવારે અમિત શાહને છાતીમાં દુખાવો અને શ્વાસ લેવાની તકલીફ થતાં એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને સ્વાઈન ફ્લૂનું નિદાન કરવામાં આવ્યું હતું. અનિલ બલૂનીએ ટવિટ કરીને કહ્યું કે બધા માટે આનંદની વાત છે કે અમિત શાહ આજે સ્વસ્થ થઈ ગયા છે અને ડિસ્ચાર્જ થઈને ઘરે પહોંચી ગયા છે.
ચાર દિવસની સારવાર બાદ અમિત શાહને એઈમ્સમાંથી રજા આપવામાં આવી હતી. ડોક્ટરોએ તેમને કેટલાક દિવસ આરામ કરવાની સલાહ આપી છે.
અમિત શાહને સ્વાઈન ફ્લૂ થયો હોવા અંગે કોંગ્રેસના નેતા બીકે હરીપ્રસાદે વિવાદિત ટીપ્પણી કરી હતી. અમિત શાહની માંદગી અંગે વ્યંગ કરી તેમણે લખ્યું હતું કે અમિત શાહ કો “સુઅર કા ઝુકામ” હોવાનું કહ્યું હતું અને કહ્યું હતું કે કર્ણાટક સરકારને અસ્થિર કરવાની કોશીશ કરશો તો વધુ બિમારીઓમાં સપડાશો. કોંગ્રેસના નેતાના નિવેદન બાદ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને રાજ્યવર્ધનસિંહ રાઠાડે તેનો પ્રતિભાવ આપ્યો હતો.