પાટીદાર સમાજના યુવા નેતા અને અનામત આંદોલન માટે લડત આપનારા હાર્દિક પટેલના ઘરે લીલા તોરણો બંધાવાની વેળા આવી ગઈ છે. હાર્દિક પટેલ લગ્નગ્રંથીથી જોડાવા જઈ રહ્યો છે. એવી જાણકારી છે કે આગામી 26મી જાન્યુઆરીથી શ્રીગણેશની સ્થાપના સાથે હાર્દિક પટેલ સાદાઈથી સાત ફેરા ફરશે.
હાર્દિક પટેલના લગ્નની અટકળો પાછલા કેટલાક દિવસોથી ચાલી રહી હતી પરંતુ પિતા ભરતભાઈ પટેલના નજીકના સૂત્રો જણાવી રહ્યા છે કે 27મી જાન્યુઆરીએ હાર્દિક પટેલ કૂળદેવીના મંદિરે જઈ લગ્ન કરશે. આ સમારંભમાં બન્ને પક્ષોના 100 અતિથીઓને જ નિમંત્રણ આપવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે.
હાર્દિક પટેલ અને કિંજલ આ દિવસે સાદા સમારંભમાં લગ્નવિધિ કરશે. સમારંભમાં બન્ને પક્ષોના 50-50 મહેમાનો ઉપસ્થિત રહેશે એવી પણ જાણકારી મળી રહી છે. સિદ્વસર ગામે ઉમિયા માતાના મંદિરે હાર્દિક પટેલના લગ્ન યોજાશે. આ લગ્નમાં પરિવારના જ લોકો જોડાય તેવી માહિતી મળી રહી છે.