Dharampur: નાનીવહીયાળ હાઈસ્કૂલ ખાતે ધરમપુર તાલુકાનો વન મહોત્સવ યોજાયો
Dharampur: તા. 29/08/2024 ના રોજ વોક ટુ ગેધસઁ ઉમેદભાઈ દોશી સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર શાળા નાનીવહીયાળ.તા.ધરમપુર મા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જંગલ ના સરંક્ષણ.જંગલ વિસ્તાર વધાડવા અને પર્યાવરણ ને શુધ્ધ કરવા અને ઓક્સિજન નુ ઉત્પાદન કરવાના હેતુથી એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ ધરમપુર દ્વારા ધરમપુર તાલુકાનો 75 મો વન મહોત્સવ ધરમપુર ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાયો. સ્વાગત પ્રવચન રેંજ ફોરેસ્ટ ઓફિસર ભુમિકાબેને કર્યુ હતુ
શાળા કમ્પાઉન્ડમા રામફળ, લીંબુ, આસોપાલવ, ગરમાડો, બીલીપત્ર, કૈલાશ,લીમડો, જેવા -75 રોપાઓનુ વૃક્ષા રોપણ કર્યુ કાર્યક્રમ મા લાભાર્થીઓ ને આબા કલમ અને વિવિધ રોપાઓ નુ અને શાળાના કુલ -436 વિધાર્થીઓ ને જમરુખ અને વિવિધ ફળાઉ રોપાઓનુ વિતરણ કરવામા આવ્યુ .
ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ અને જિ.પંચાયત સભ્ય શાળાના આચાર્ય શૈલેશકુમાર પટેલ, લોકસભા ચુંટણીના સંયોજક ગણેશભાઈ બિરારી એ પ્રાસંગિક ઉદબોધન કરી એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષ નુ વાવેતર કરી જતન કરવાનુ અને ધરમપુર ને હરીયાળુ ધરમપુર બનાવવાનુ આહવાન કર્યુ હતુ .ધારાસભ્ય અરવિંદભાઈ એ નાનીવહીયાળ હાઈસ્કૂલ માટે સિમેન્ટ ના કુલ -20 બાકડા માટે રુ. 100000 અંકે રપીયા એક લાખ ની રકમ ફાળવવાની જાહેરાત કરી હતી.
આમંત્રિત તરીકે તાલુકા પંચાયત સભ્ય આશાબેન.સરપંચો નાનીવહીયાળવિનોદભાઈ.લાકડમાડ રવિન્દભાઇ. અને ખરેડી. ફુલવાડી.કાકડકુવા ના સરપંચો.નાનીવહીયાળ માજી સરપંચ દિલીપભાઈ પટેલ અને મોટી સંખ્યામા લાભાર્થીઓ અને ગામજનો ઉપસ્થિત રહ્યા હતા