Paris Paralympics 2024: અવની લેખારા આજે ફરી એકશનમાં
પેરિસ પેરાલિમ્પિક્સ 2024નો આજે ચોથો દિવસ છે. બીજા દિવસે પેરા શૂટિંગમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનારી અવની લેખારા આજે ફરી એકશનમાં આવવાની છે. અવની મિક્સ્ડ 10 મીટર એર રાઈફલ પ્રોન એસએચ1માં ભાગ લેવા જઈ રહી છે. આજે ભારતને 5 મેડલ મળવાની આશા છે.
ત્રીજા દિવસે ભારતે મેડલ જીત્યો હતો.
રૂબીના ફ્રાન્સિસે ભારત માટે એકમાત્ર મેડલ જીત્યો હતો. ભારતીય ખેલાડીઓ ચોથા દિવસે બેડમિન્ટન, શૂટિંગ, તીરંદાજી અને એથ્લેટિક્સમાં પડકાર રજૂ કરવાના છે. ભારતે અત્યાર સુધીમાં પાંચ મેડલ જીત્યા છે.
ભારત માટે ચોથા દિવસની શરૂઆત સારી રહી નથી. પેરા બેડમિન્ટન મહિલા સિંગલ્સ SL3 ક્વાર્ટર ફાઇનલમાં ભારતની મનદીપ કૌરને નાઇજિરિયાની મેરિયન એનિઓલા બોલાજીના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. બીજી ગેમમાં મનદીપનો 9-21થી પરાજય થયો હતો.
મનદીપ કૌરને તેની પહેલી જ ગેમમાં 8-21થી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે મનદીપ આગામી મેચમાં પુનરાગમન કરવા માંગશે.