કેપ્ટન ગિલનો મોટો દાવ! પ્રથમ ટેસ્ટની પ્લેઇંગ 11 પર ખુલીને વાત કરી, જાણો સાઉથ આફ્રિકા સામે શું હશે રણનીતિ
ભારતીય ટીમ બે મેચની ટેસ્ટ શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરવા તૈયાર છે. ત્યારે તમામની નજર કોચ, કેપ્ટન અને મેનેજમેન્ટ પર રહેશે કારણ કે દરેક જણ શુક્રવારે કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં યજમાન ટીમની પ્લેઇંગ ઇલેવનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ભારતના લાલા બોલના કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે ટીમ અને મેનેજમેન્ટ પાસે શ્રેષ્ઠ ઓલરાઉન્ડરો છે, જેને તેઓ પોતાનું સૌભાગ્ય માને છે. અને તેણે મુખ્ય કોચ ગૌતમ ગંભીરના નિવેદન સાથે સહમતિ વ્યક્ત કરી હતી, જેમાં ગંભીરે કહ્યું હતું કે કોને બહાર રાખવા તે નક્કી કરવું મુશ્કેલ છે.
આ પહેલા, ગંભીરે BCCI દ્વારા શેર કરેલા એક વિડિયોમાં જણાવ્યું હતું કે જ્યારે ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવતા નથી, ત્યારે તેમની સાથે વાતચીત કરવી તે તેમના કામનો સૌથી પડકારજનક ભાગ હોય છે.
ભારતીય ટીમ બે મેચની ટેસ્ટ શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરવા તૈયાર છે, ત્યારે તમામની નજર કોચ, કેપ્ટન અને મેનેજમેન્ટ પર રહેશે કારણ કે દરેક જણ શુક્રવારે કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં યજમાન ટીમની પ્લેઇંગ ઇલેવનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

‘કોને બહાર કરવા, તે નક્કી કરવું મુશ્કેલ છે’
પ્રથમ ટેસ્ટ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં ગિલે કહ્યું, “અમે ખરેખર નસીબદાર છીએ કે અમારી પાસે આટલા શ્રેષ્ઠ ઓલરાઉન્ડર છે. આ તમામનો બેટિંગ અને બોલિંગ રેકોર્ડ મજબૂત છે, ખાસ કરીને ભારતીય પરિસ્થિતિઓમાં.”
26 વર્ષીય ગિલે સ્વીકાર્યું કે ખેલાડીઓની પસંદગી એક પડકારજનક ભાગ છે, પરંતુ તેમણે તેને એક ‘સારી સમસ્યા’ ગણાવી. તેમણે આગળ કહ્યું, “એક કેપ્ટન તરીકે, કોને બહાર રાખવા તે નક્કી કરવું હંમેશા મુશ્કેલ હોય છે, પરંતુ આ એક સારી સમસ્યા છે. આનાથી આગળની ટેસ્ટ રોમાંચક બની રહેશે. દક્ષિણ આફ્રિકાએ તેની છેલ્લી શ્રેણીમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું, જે તેમણે ડ્રો કરાવી હતી, અને તેથી જ તેઓ વર્તમાન ચેમ્પિયન છે. આ એક સારી અને ટક્કરવાળી શ્રેણી થવાની છે.”
ગિલ માટે ઇડન ગાર્ડન્સનું મહત્વ
ઇડન ગાર્ડન્સ છ વર્ષમાં પ્રથમ વખત કોઈ ટેસ્ટ મેચની યજમાની કરવા જઈ રહ્યું છે, જ્યાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2019માં થયેલી શ્રેણી છેલ્લી લાલ બોલની મેચ હતી. ગિલની કોલકાતા સાથે સારી યાદો જોડાયેલી છે, તેમણે પોતાની ઇન્ડિયન પ્રીમિયર લીગ કારકિર્દી આ જ મેદાન પર કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે શરૂ કરી હતી.

જ્યારે આ મેદાન પર પોતાની પ્રથમ ટેસ્ટ રમવા જઈ રહેલા ગિલને આ વિશે પૂછવામાં આવ્યું, તો તેમણે કહ્યું, “અહીં મારી ઘણી સારી યાદો જોડાયેલી છે. મારી IPL કારકિર્દી આ જ મેદાન પરથી શરૂ થઈ હતી અને જ્યારે પણ હું અહીં આવું છું, ત્યારે મને પંજાબના PCA સ્ટેડિયમમાં રમતા હોવ તેવું લાગે છે. અમે અહીં જે છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી, તે ગુલાબી બોલથી રમાઈ હતી (2019 માં), હું પ્લેઇંગ ઇલેવનમાં નહોતો, પરંતુ ટીમમાં હતો. તેથી, ઇડન ગાર્ડન્સમાં આ મારી પ્રથમ ટેસ્ટ હશે અને અહીં દેશનું નેતૃત્વ કરવું હંમેશા એક મોટું સન્માન હોય છે.”

