ગુજરાતની રૂપાણી સરકારના શિક્ષણ મંત્રી ભૂપેનદ્રસિંહ ચૂડાસમાએ બળાત્કારના કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામના આશ્રમની પ્રશંસા કરતા ભારે વિવાદ સર્જાયો છે.
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આસારામના આશ્રમ યોગ વેદાંત સમિતિને પત્ર લખ્યો છે. ગઈકાલે લખેલા પત્રમાં ચૂડાસમાએ લખ્યું છે કે યોગ વેદાંત સમિતિ દ્વારા 14મી ફેબ્રુઆરીએ માતૃ-પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. સમિતિ સંસ્થા દ્વારા કરાતું આ કામ સરાહનીય છે. આજના આધુનિક યુગમાં યુવક-યુવતીઓ માતા-પિતા પ્રત્યેની લાગણી સમજી અને શ્રેષ્ઠ નાગરિક અવશ્ય બનશે.સંસ્થા દ્વારા થઈ રહેલા કાર્ય અંગે ભૂપેન્દ્રસિંહે શૂભેચ્છા પણ પાઠવી છે.
14મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઈ ડેની ઉજવણી કરવામાં આવે છે. પાકિસ્તાને આ દિવસે ફાધર અને મધર ડે ઉજવવા મહિના પહેલાં જાહેરાત કરી હતી. પાકિસ્તાની રાહ પર યોગ વેદાંત સમિતિએ 14મી તારીખે વેલેન્ટાઈનના બદલે માતૃ-પિતૃ દિવસ ઉજવવાનું આયોજન કર્યું છે.