Paris Palalympics 2024: PM મોદી પેરિસ પેરાલિમ્પિકમાં મેડલ જીતનાર ખેલાડીઓને મળ્યા
Paris Palalympics 2024: પેરિસ પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓએ પીએમ મોદીને તેમની સંબંધિત વસ્તુઓ જેવી કે ટી-શર્ટ, શૂઝ અને તીર ભેટમાં આપ્યા.
Paris Palalympics 2024: પીએમ મોદી પેરિસ પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓને મળ્યા. આ દરમિયાન ભારતીય વડાપ્રધાને ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી. પેરિસ પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓએ પીએમ મોદીને ટી-શર્ટ, શૂઝ અને તીર જેવી વસ્તુઓ ભેટમાં આપી હતી.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi meets and interacts with para-athletes who represented India in #Paralympics2024 that concluded in Paris, France recently. pic.twitter.com/0usxSJbWiP
— ANI (@ANI) September 12, 2024
પેરિસ પેરાલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું.
આ મેગા ઈવેન્ટમાં ભારતીય ખેલાડીઓએ રેકોર્ડ 29 મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ 19 મેડલ જીત્યા હતા. પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું, પરંતુ હવે ભારતે તેના જૂના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.