ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી જુદા જુદા પ્રકારના સાયબર ક્રાઈમના કેસ વધી રહ્યા છે ખાસ કરીને અમદાવાદ બરોડા રાજકોટ સુરત જામનગર ભાવનગર અને ગાંધીનગર જેવા શહેરોમાં આ પ્રકારના ગુના નોંધાયા છે. જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એક બહુ જ મહત્વની કડી હાથ લાગી હોવાનું જાણવા મળ્યું છે જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ મહારાષ્ટ્ર રવાના કરશે તેવું સૂત્રો જણાવે છે.
અમદાવાદ કાયદાના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ થોડા સમયમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આ બાબતે બહુ મોટો ખુલાસો કરે તેવી શક્યતા છે.
ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ઓટીપી નંબર મેળવીને , નકલી ફોન કોલ્સથી અથવા તો લોટરી લાગી છે તેવા નકલી ઈ-મેઈલથી લોકો સાથે છેતરપિંડી થઇ હોવાના ઘણા બધા કેસ છેલ્લા કેટલાક સમયમાં છે. આ પ્રકારના ઘણા કેસમાં નાઇજિરીયન ગેંગનો હાથ હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, અમે છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારના જુદા જુદા સાઇબર ક્રાઇમમાં અલગ અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડી ચેક કરી રહ્યા હતા જેના આધારે અમને એક ચોક્કસ માહિતી મળી છે.
આબાબતે વધુ તપાસ માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ આજે મહારાષ્ટ્ર જવા રવાના થવાની છે. જેમાં જો પોલીસને સફળતા મળશે તો ઘણા બધા ગુનાઓનો ભેદ ઉકેલાઇ શકે તેમ છે.