Multibagger Stock:આ સ્ટોક બન્યો રોકાણકારો માટે પૈસા છાપવાનું મશીન
Multibagger Stock શેરબજારમાં જ્યારે અનેક સ્ટોક્સનો ભાવ ઉંચા ચાલે છે, ત્યારે કેટલાક શેર એવા પણ હોય છે જેમણે ધીરજ ધરાવનાર રોકાણકારોને અણમોલ વળતર આપ્યું હોય છે. એવો જ એક સ્ટોક છે – હઝુર મલ્ટી પ્રોજેક્ટ્સ લિમિટેડ. આ સ્ટોકે લાંબા ગાળે કર્યું એવું પ્રદર્શન કે 1 લાખનું રોકાણ આજે કરોડોમાં ફેરવાઈ ચૂક્યું છે.
જો તમે જુલાઈ 2020માં આ કંપનીમાં માત્ર ₹1 લાખનું રોકાણ કર્યું હોત, તો આજે તમારું મૂલ્ય ₹3.62 કરોડથી વધુ થઈ ગયું હોત. માત્ર 4-5 વર્ષમાં મળેલું 36,200% વળતર કોઈ લોટરી જેટલુંજ લાગતું નથી!
કેવી રીતે મળ્યું અદભૂત વળતર?
2020માં હઝુર મલ્ટી પ્રોજેક્ટ્સનો શેર માત્ર ₹0.12 હતો. જો કોઈએ તે સમયે ₹1 લાખનું રોકાણ કર્યું હોત, તો તેને આશરે 8.33 લાખ શેર મળ્યા હોત. આજે જ્યારે શેરનો ભાવ ₹44.5 (જુલાઈ 2025 સુધી) સુધી પહોંચી ગયો છે, ત્યારે તેનો કુલ મૂલ્ય લગભગ ₹3.6 કરોડ થાય છે. આ દરેક લાંબા ગાળાના રોકાણકર્તા માટે એક સંકેત છે – ધીરજ એ સૌથી મોટો હથિયાર છે.
કંપની શું કરે છે?
હઝુર મલ્ટી પ્રોજેક્ટ્સ લિમિટેડ એ એક ભારતીય કંપની છે, જે રિયલ એસ્ટેટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અને નવિનીકૃત ઉર્જા ક્ષેત્રે કાર્યરત છે. 1992માં સ્થાપિત થયેલી આ કંપની હવે રોડ બાંધકામ, મિલકત વિકાસ, સૌર ઊર્જા, અને ઓઇલ એન્ડ ગેસ જેવી ક્ષેત્રોમાં પોતાનું પગરણ મજબૂત કરી રહી છે.
કંપનીને ગુજરાતના ખાવડા સોલાર પાર્કમાં 200 મેગાવોટના પ્રોજેક્ટ માટે ₹913 કરોડનો ઓર્ડર મળ્યો છે.
તે ઉપરાંત, હઝુર મલ્ટી પ્રોજેક્ટ્સે વ્યોમ હાઇડ્રોકાર્બનમાં 51% હિસ્સો ખરીદીને તેલ અને ગેસ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે.
આ સ્ટોકનું ઉદાહરણ સાબિત કરે છે કે યોગ્ય કંપની પસંદ કરીને લાંબા ગાળે રોકાણ કરવાથી નાની રકમ પણ જીવન બદલાવી શકે છે. પેઈશન્સ, વિઝન અને સજાગતા – આ ત્રણ ગુણ હંમેશા રોકાણકારના સાથી હોવા જોઈએ.