ક્રાઈમ બ્રાંચના એસીપી બી વી ગોહીલ અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે પીરાણા વિસ્તારના જુના ટોલનાકા અસલાલી ખાતેથી મોહમ્મદ હાશિમની (ઉ.22) ધરપકડ
કરી હતી. તેની પાસે તપાસ કરતા એક દેશી પિસ્તોલ મળી આવી હતી જેની કિંમત અંદાજે 5000 રૂપિયા હોવાનું તેણે જણાવ્યું હતું. આ દેશી પિસ્તોલ તેણે યુપીમાં કોઈ વ્યક્તિ પાસેથી પોતાના અંગત ઉપયોગ માટે રૂપિયા પાંચ હજારમાં ખરીદી હતી.
ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ તેની વધુ પૂછપરછ કરતા તેને પોલીસે જણાવ્યું હતું કે આ બે માસ પહેલા દાણીલીમડા વિસ્તારમાં આવેલી આંગડિયા પેઢી રમેશભાઈ અંબાલાલ પટેલમાં લૂંટની કોશિશ કરી હતી. જેમાં તેના સાથીદારો મોહમ્મદ કયુમ મોહમ્મદ બશીર, શાહિદ સમુદઅલી, શેહઝાદ મોહમ્મદ અલી, ગુલઝાર અને તૌસીફ તમામ રહે પ્રતાપગઢ યુપી પણ સામેલ હતા. તદુપરાંત આ ટોળકીએ ભેગા મળીને બે માસ પહેલા સુરતના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોલદ ગામે એક વ્યક્તિ લક્ષ્મણ કશ્યપનું ખુન કર્યું હોવાનું પણ તેણે કબૂલાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે તૌશીમ અને શાહિદ ઉપર ઉત્તરપ્રદેશ સરકારે રૂપિયા 25 હજારનું ઈનામ પણ જાહેર કર્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આ બાબતે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે.