WhatsApp એ ભારતમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા WhatsApp ગ્રેંડ ચેલેનિજ લોન્ચ કર્યુ છે. આ કોન્ટેસ્ટનું આયોજન ભારતમાં સ્ટાર્ટઅપની સાથે સાથે ઉદ્યમી ક્ષેત્રમાં વિકાસને આગળ વધારવા કરવામાં આવી રહ્યુ છે. કોન્ટેસ્ટમાં ટોપ 5 વિનર્સ માટે કુલ પુરસ્કાર રાશી 1.8 કરોડ રૂપિયા છે. આ કોન્ટેસ્ટ બધા જ ઉદ્યોગિઓ માટે ખુલ્લુ છે. અને સ્વાસ્થ્ય સેવા, ગ્રામીણ, અર્થવ્યવસ્થા, વિત્તીય અને ડિજીટલનો સમાવેશ, શિક્ષા અને નાગરિક સુરક્ષા જેવા વિભિન્ન ક્ષેત્રોમાં વિચારોને આમંત્રિત કરે છે. કોન્ટેસ્ટ માટે રજીસ્ટ્રેશન 10 માર્ચ 2019 સુધી ઓપન રહેશે.
સિલેક્શનની પ્રક્રિયાઃ
– આવેદનોનુ મુલ્યાંકમ એક સ્વતંત્ર મુલ્યાંકન સમિતિ દ્રારા કરવામાં આવશે.
– પસંદ કરવામાં આવેલ આવેદનો માંથી 30 બેસ્ટ આઇડિયાને આગળના લિસ્ટ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને આગળના રાઉન્ડમાં તેને ટોપ 10 આપવામાં આવશે.
– અને છેલ્લે 5 વિજેતાને 24 મે ના રોજ 35.6 લાખ રૂપિયાની રાશી પુરસ્કારમાં આપવામાં આવશે.