લોકસભાની 4 બેઠક માટે એક એવા કૂલ 9 સ્થળે શક્તિ સંમેલનની શરૂઆત થઈ હતી. ભાજપમાં કોરાણે મૂકાયેલા 1995 પહેલાથી કામ કરતાં કાર્યકરો અને નેતાઓની હાજર રાખીને અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, ગાંધીનગર તથા સાબરકાંઠા મળીને ચાર લોકસભા બેઠકનું કલ્સ્ટર સંમેલન યોજાયું તેમાં હાજર હતા.
અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ જુના નેતાઓ અને કાર્યકરોને બાજુ પર મૂકી દીધા હતા તેઓને હવે ફરીથી લોકસભાની બેઠકમાં સક્રિય કરવામાં આવ્યા છે. મંચ પર પણ કેટલાંક એવા નેતાઓ હતા કે જેઓ ભાજપમાં અગાઉ કોરાણે મુકાયા હતા. હવે લોકસભાની બે મહિના પછી ચૂંટણી આવવાની છે ત્યારે તેમને બોલાવવામાં આવી રહ્યાં છે.
ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં સાંસદ લાલકૃષ્ણ અડવાણી અને પરેશ રાવલ ગેરહાજર હતા. આમ 4 બેઠકમાંથી બે લોકસભા બેઠક પર સાંસદો ગેરહાજરી નોંધપાત્ર હતી. તેમને ફરીથી ટિકિટ નહીં આપવામાં આવે એવી એક અટકળ થઈ રહી છે. તેના પાછળનું કારણ એ માનવામાં આવે છે કે, અડવાણીનું હવે પક્ષમાં કોઈ સ્થાન નથી અને તેમની ઉંમર થઈ છે. જ્યારે પરેશ રાવલ ફિલ્મોમાં સક્રિય હોવાથી તેઓ ભાગ્યે જ અમદાવાદ પૂર્વની બેઠકના લોકોની વચ્ચે જાય છે.
રાજ્યની તમામ બેઠકો માટે 9 સંમેલનો થવાના છે જેમાં ભાજપથી નારાજ હોય કે એક ખૂણામાં મોકલી દેવામાં આવ્યા હોય એવા કાર્યકરોને બોલાવવાનું શરૂ કરાયું છે. ભાજપે ફરી એક વખત ગુજરાતની 26 બેઠક જીતવા માટે નક્કી કર્યું છે. તેથી મુખ્ય પ્રધાને ગાંધીનગરમાં કહેવું પડ્યું હતું કે 1995થી ભાજપમાં જોડાયેલા છે એવા કાર્યકરો આ સંમેલમાં હાજર હતા.