જમ્મુ-કાશ્મીર બ્લાસ્ટ કેસ: ડીજીપી નલિન પ્રભાતનો મોટો ખુલાસો, ‘એક કમનસીબ અકસ્માત હતો’
જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સ્થિત નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલા ભયાનક ધમાકા પર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક (DGP) નલિન પ્રભાતનું નિવેદન આવ્યું છે. પ્રેસ કોન્ફરન્સ કરીને ડીજીપીએ જણાવ્યું કે નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલો ધમાકો માત્ર એક કમનસીબ અકસ્માત હતો, બીજું કશું નહીં.
ડીજીપી પ્રભાતે કહ્યું, “આ એક કમનસીબ અકસ્માત હતો, જેની પાછળ કોની ભૂલ છે, તેની તપાસ ચાલી રહી છે.”
બન્યું શું હતું? 360 કિલો એમોનિયમ નાઈટ્રેટ બન્યો કારણ
ડીજીપીએ વિગતો આપતા જણાવ્યું કે હરિયાણાના ફરીદાબાદમાંથી આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ થયા બાદ જપ્ત કરાયેલું 360 કિલો એમોનિયમ નાઈટ્રેટ ખુલ્લામાં રાખવામાં આવ્યું હતું. આ વિસ્ફોટક પદાર્થની છેલ્લા બે દિવસથી સેમ્પલિંગની પ્રક્રિયા ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક ધમાકો થયો.

આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે, જ્યારે લગભગ 30 લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટના કારણે પોલીસ સ્ટેશનની ઇમારત અને આસપાસના ઘરો-બિલ્ડિંગોને પણ મોટું નુકસાન થયું છે અને અનેક વાહનો પણ બળી ગયા છે.
ફરીદાબાદથી લાવવામાં આવ્યો હતો વિસ્ફોટક
ડીજીપી નલિન પ્રભાતે સ્પષ્ટતા કરી કે આ વિસ્ફોટક પદાર્થ હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં ખુલ્લા પડેલા ટેરર મોડ્યુલના ખુલાસા દરમિયાન જમ્મુ-કાશ્મીર પોલીસે જ જપ્ત કર્યો હતો. તપાસ માટે એમોનિયમ નાઈટ્રેટને શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં ટેરર મોડ્યુલનો પ્રથમ કેસ નોંધાયો હતો. છેલ્લા બે દિવસથી તેની તપાસ ચાલી રહી હતી અને અચાનક તે ફાટી ગયો.
ડીજીપીએ ભારપૂર્વક જણાવ્યું કે, “આ દુઃખદ ઘટનાનું બીજું કોઈ પાસું નથી.”
કોણે ગુમાવ્યો જીવ?
ડીજીપીએ મૃતકોના નામ આપતા કહ્યું કે આ ભયંકર ધમાકામાં કુલ 9 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં શામેલ છે:
એક SIA (સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી) અધિકારી
ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FCSL) ના 3 કર્મચારીઓ
2 ક્રાઇમ ફોટોગ્રાફર
2 મહેસૂલ અધિકારી
એક દરજી
J&K: Accidental blast at Nowgam police station while handling Faridabad seized explosives; 6 killed, 27 injured
Eight personnel were injured in an accidental blast at the Nowgam police station in Srinagar late Friday night, killing six people and injuring 27 — mostly policemen… pic.twitter.com/zZAcMvSsxy
— Atulkrishan (@iAtulKrishan1) November 14, 2025
ઘાયલોમાં પોલીસકર્મીઓ અને સામાન્ય નાગરિકોનો સમાવેશ થાય છે, જેમની સારવાર ચાલી રહી છે.
જમ્મુ-કાશ્મીર પોલીસે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને સંપૂર્ણ સહકારની ખાતરી આપી છે. વિસ્ફોટના કારણોની તપાસ માટે સત્તાવાર તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

