સુરત ફેમીલી કોર્ટમાં બે પક્ષો વચ્ચે મારામારી થતા ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટના બનતા ફેમિલી કોર્ટ પ્રાંંગણમાં ધમાચકડીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ફેમિલી કોર્ટમાં ચાલી રહેલા પતિ-પત્નીની તારીખ હોવાથી બંને પક્ષોના પરિવારના સભ્યો કોર્ટમાં હાજરી આપવા માટે આવ્યા હતા.
જોકે, બન્ને પક્ષો વચ્ચે કોઇ બાબતે બોલાચાલી થઇ હતી. જોકે, એકાએક આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને પરિવારના પુરુષ સભ્યો એકબીજા સાથે મારા મારી કરવા ઉપર ઉતરી આવ્યા હતા. જોકે, કોર્ટ પરિસરમાં થયેલી મારામારી બાદ લોકોએ બંને સભ્યોને છોડાવ્યા હતા. ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો. જોકે, આ મારામારી પોલીસની હાજરીમાં થઇ હતી.
વિગતો સુરતની ફેમીલી કોર્ટમાં આજે બુધવારે સવારે પતિ-પત્નીના ચાલતા કેસની તારખી હતી. જેના પગલે બંને પક્ષાના પરિવારના સભ્યો કોર્ટ પરિસરમાં હાજર થયા હતા.
બંને પરિવારના સભ્યો એક સાથે કોર્ટ સંકુલમાં હાજર થતાં બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી. ત્યારબાર બંને પક્ષોના સભ્યો એકબીજા સાથે મારામારી ઉપર ઉતરી આવ્યા હતા.
કોર્ટ કમ્પાઉન્ડમાં જ મારામારી થતાં હાજર લોકોના ટોળા એકઠાં થયા હતા. વકીલો પણ આ તમોશો જોઇ રહ્યા હતા. આ ઉપરાંત પોલીસની હાજરીમાં જ મારા મારી થવા છતાં પોલીસે બંનેને છૂટા પાડવાની તસ્તી ન લીધી હતી. લોકો અને વકીલોએ બંને પક્ષાના લોકોને છૂટા પાડીને મામલો થાળે પાડ્યો હતો. મારામારીના આ દ્રશ્યો ટોળામાં ઉપસ્થિત કોઇ વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધા હતા. આખીય ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.