RBIએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડીને 6.25 ટકા કરવાની જાહેરાત કરી છે. હાલમાં રેપો રેટ 6.50 ટકાનો હતો. RBIના નિર્ણયથી તમામ લોનના હપ્તાની ઘટવાની શક્યતા છે.
RBIના ગવર્નર બન્યા બાદ નવનિયુક્ત ગવર્નર શશીકાંત દાસે પહેલી વાર મોનેટરી પોલિસી જાહેર કરી છે. આ નીતિમાં મોંઘવારીનો દર ચાર ટકા નીચે હોવાથી અર્થ વ્યવસ્થાની સ્થિતિને સાનુકુળ દર્શાવવામાં આવી છે. પાછલા ત્રણ વખતથી RBI દ્વારા મોનેટરી પોલિસીની સમીક્ષામાં રેપો રેટને જાળવી રાખવામાં આવ્યા હતા. આ પહેલાં વર્તમાન નાણાકીય વર્ષમાં બે સમીક્ષામાં બે વખત રેપો રેટમાં બે વખત 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. ઓગષ્ટ-2017 બાદ પહેલી વાર RBIએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે.
આ પહેલાં RBIની મોનેટરી પોલિસી કમિટીની ત્રિ-દિવસીય બેઠકનો મંગળવારે પ્રારંભ થયો છે. 6 મેમ્બર ધરાવતી મોનેટરી પોલિસી કમિટીની મીટીંગની અધ્યક્ષતા RBIના ગવર્નર શશીકાંત દાસે કરી હતી. કમિટીના ચાર મેમ્બરોએ રેપો રેટમાં ઘટાડો કરવાની તરફેણ કરી હતી જ્યારે બે મેમ્બરોએ તેનો વાંધો ઉઠાવ્યો હતો. વર્તમાન વર્ષને લઈ મોનેટરી પોલિસી માટે આ મીટીંગ હતી.