દેશના 8 મોટા શહેરોમાં બિલ્ડરો પર ચાર લાખ કરોડ રૂપિયાની લોન બાકી છે. આ લોન અલગ અલગ બેન્ક અને એનબીએફસીની છે. અંગ્રેજી ન્યૂઝ પેપરના રિપોર્ટ પ્રમાણે આ બિલ્ડર્સનું વાર્ષિક વેચાણ માત્ર 2.47 કરોડ રૂપિયાનું જ છે. આ રિપોર્ટ રિઅલ એસ્ટેટ રિસર્ચ ઈન્સટીટયૂટ લિયાસેસ ફોરસના આધારે પબ્લીશ કરાઈ છે. આ રિપોર્ટમાં અંદાજે 11,000 ડેવલપર્સ પર સ્ટડી કરી તૈયાર કરવામાં આવ્યો છે. આ આઠ શહેરોમાં અમદાવાદ ઉપરાંત મુંબઈ બીએમસી એરિયા, એનસીઆર, પૂણે, હૈદ્રાબાદ, ચેન્નઈ, બેંગ્લુરુ અને કોલકાતાનો સમાવેશ થાય છે. બાકીના અન્ય શહેરોને હજુ કાઉન્ટ કરવામાં આવ્યા નથી.
રિપોર્ટમાં દર્શાવાયું છે કે જે પ્રકારે બાંધકામ ઉદ્યોગમાં કમાણી થઈ રહી છે તે જોતાં બેન્ક લોનની ભરપાઈ કરવામા ઓછામાં ઓછા સાત વર્ષ લાગી શકે એમ છે. આ લોનની વાર્ષિક ઈએમઆઈ 1.28 લાખ કરોડ થવા જાય છે. બીજી તરફ જોઈએ તો 11,000 ડેવલપર્સની કમાણી 57,000 કરોડ( ટેક્સ અને વ્યાજ સિવાય) છે. રિપોર્ટમાં કહેવાયું છે કે આઈએલ એન્ડ એફએસના ડિફોલ્ટ થવાના કારણે ડીએચએફએલને લઈ માર્કેટ, સ્ટોક હોલ્ડર્સમાં ચિંતાનું મોજું ફરી વળેલું છે.
રિપોર્ટમાં લિયાસેસ ફોરસને ટાંકીને કહેવાયું છે કે માર્કેટની સ્થિતિ ઓક્સિજન પર છે. વેચાણ કરવા માટે લાંબા સમયથી બાંધકામ ઉદ્યોગ રાહ જોઈ રહ્યો છે. હવે વેચાણ વધારવા માટે પ્રાઈસ કરેક્શન પર વિચાર કરવામાં આવી રહ્યો છે.જેમાં એવું પણ કહેવાયું છે કે બિલ્ડર્સ 15 ટકા ફાયદાની વાત કરે તો પણ તેમણે 2.6 ટકા વધારે વેચાણ કરવાનો વારો આવી શકે છે. આવું થાય તો બિલ્ડર્સ હાલની પ્રવાહીશીલ અને મંદીની સ્થિતિમાંથી બહાર આવી શકે એમ છે.
પાછલા 10 વર્ષની વાત કરીએ તો વેચાયેલા સ્ટોકની કિંમત 1.56 ગણી વધી છે. જ્યારે નહીં વેચાયેલા સ્ટોકની કિંમત 4.72 ગણી છે. આવી સ્થિતિમાં વેચાણ પણ 1.28 ગણું વધી ગયું હતું. જ્યારે ઈન્વેન્ટ્રી વુદ્વિ 2009થી 2018 વચ્ચે 3.33 ગણી વધી ગઈ હતી.આ દરમિયાન રિઅલ એસ્ટેટનો ધંધો 1.2 લાખ કરોડથી ચાર લાખ કરોડ સુધી પહોંચી ગયો હતો.