સુરત જિલ્લામાં આવેલા તાતીથૈયા ગામ ખાતે એક ટેન્કરમાંથી કેમિકલ ખાલી કરતી ટેન્કરમાં બ્લાસ્ટ થતા વખતે લોકોના શ્વાસ રૂંધાયો હતો. જેમાં બે વ્યકિ્તનાં મોત થયા છે. કડોદરા જીઆઈડીસી પોલીસે ઘટનાની તપાસ ચાલુ કરી છે
મળતી માહિતી અનુસાર, કેમિકલ ભરેલું ટેન્કર ખાલી કરાવતા સમયે કેમિકલની દુર્ગંધથી આ દુર્ઘટના બની હતી.આ ઘટના બની તે સમય દરમિયાન પોલીસ પેટ્રોલિંગમાં હતી તેથી સમગ્ર ઘટના સામે આવી.મૃતકોમાં સચિનના ભરતભાઈ સાથીયા અને ચાહલનના ભવાનભાઈ ભાડીયાદ્રાનો સમાવેશ થાય છે.જેમાં એકને સારવાર અર્થે સ્મિમેરમાં ખસેડવામાં આવ્યો છે.