ક્રિકેટ જગત માં રસ ધરાવતા રસિયા માટે એક સમાચાર છે કે તેવો એ ભાગ્યજ આવું સાંભળ્યું હશે ,વાત જાણે એમ છે કે સાઉથ આફ્રિકાની ઘરેલું અન્ડર-૧૯ મહિલા ક્રિકેટમાં એક વિચિત્ર મુકાબલો જોવા મળ્યો હતો જે જોઈ આપ થઇ જશો હેરાન , અંપુમલંગાની અન્ડર-૧૯ ની ટીમ ઇસ્ટનર્સ અન્ડર-૧૯ ટીમની સામે ૮ વિકેટ ગુમાવીને ૧૬૯ રનનો સમ્માન જનક સ્કોર બનાવ્યો હતો. ટી-૨૦ ની ગણતરીમાં આ સ્કોરને એક સારો માનવામાં આવી શકે છે પરંતુ ટીમના સ્કોરકાર્ડને જોઇનેતમારી આખો થઇ જશે પહોળી. ૨૦ ઓવર રમ્યા બાદ અંપુમલંગાની ટીમે ૮ વિકેટ ગુમાવીને ૧૬૯ રનનો સ્કોર બનાવ્યો હતો અને સૌથી હેરાન કરવાની વાત એ છે કે, ટીમની એક ખેલાડી એસ સ્વાર્ટે ૧૬૦ રનની ઇનિંગ રમી હતી. એટલે ટીમના કુલ સ્કોરમાં માત્ર એક ખેલાડીનું યોગદાન રહ્યું હતું. ટીમના બીજા ખેલાડી ખાતું પણ ખોલી શક્યા નહોતા. એસ સ્વાર્ટે ૮૬ બોલની ઇનિંગમાં ૧૮ ચોગ્ગા અને ૧૨ સિક્સર લગાવી હતી. પરંતુ બીજી તરફથી વિકેટ પડતી રહી માત્ર એક બેટ્સમેને ૧૦ બોલ રમી હતી. આ ઇનિંગમાં એક વધુ શ્રેષ્ઠ વાત જોવા મળી હતી. ઇસ્ટનર્સ અન્ડર-૧૯ ની મસીંગતાએ ચાર ઓવરમાં ૧૫ રન આપી પાંચ વિકેટ લીધી જેમાં હેટ્રિકનો પણ સમાવેશ થાય છે. તમે આ જોઇને પણ હેરાન થઈ જાશો કે ૧૦૮ રન પર ૮ વિકેટ ગુમાવ્યા બાદ ૬૧ રન બન્યા પરંતુ બધા એસ સ્વાર્ટના બેટથી નીકળ્યા હતા.
૧૬૯ ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઇસ્ટનર્સ અન્ડર-૧૯ની ટીમ ૬ વિકેટ ગુમાવીને ૧૨૭ રન જ બનાવી શકી હતી. એસ સ્વાર્ટે બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું અને ૨૧ રન આપીને બે વિકેટ પણ લીધી હતી.ક્રિકેટ જગત માં જોવા મળેલી આ પ્રકાર ની ઘટના ને લઇ ભારે કૌતુક સર્જાયું હતું