જમીન માફિયાઓ બેફામ થયા હોય તેમ રાજયમાં પશુધન માટેની ગૌચરની જમીન પર મોટાપાયે 31 જિલ્લામાં 4.72 કરોડ ચોરસ મીટર વિસ્તારમાં દબાણો છે.. ગીર જંગલ આરક્ષિત વિસ્તાર ગણાય છે તેમાં પણ ત્રણ દાયકાથી દબાણ હોવા છતાં તે દબાણ દૂર કરી શકવામાં તંત્ર સફળ થયું નથી.
કોંગ્રેસ દ્વારા અવારનવાર ગૌચર અને ભાજપ સરકારની નીતિને લઈને આક્ષેપ કરવામાં આવે છે કે..
“ભાજપ ગાયના નામે મત મેળવે છે પણ રાજયભરમાં ગાય અને અન્ય પશુઓના ચરિયાણ માટેની ગૌચર જમીનમાં મોટાપાયે દબાણો થાય છે તે પણ અટકાવી શકયું નથી. અવારનવાર વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા જિલ્લાઓમાં ગૌચરની જમીન પર થયેલા દબાણોના વિવિધ સવાલ પૂછવામાં આવ્યા છે છતાં પરિણામ શૂન્ય રહ્યા છે. રાજ્યના ગૌચરના દબાણને લઈને તાજેતરમાં મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ગ્રામ્ય કક્ષાએ થયેલા ગૌચર દબાણ અને લઈને વિગતો રજૂ કરવા પંચાયત વિભાગે આદેશ કરતા કામે લાગી ગયું છે
કુલ 4,72,59,203 ચોરસ મીટર (4724.03 હે.આરે.પ્ર.) થવા જાય છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 1.75 કરોડ ચોરસમીટર ક્ષેત્રફળમાં દબાણ થવા પામ્યું છે.
પંચાયત અધિનિયમ મુજબ ગૌચરના જમીનના દબાણો દૂર કરવાની જવાબદારી ગ્રામ પંચાયતની છે. ગૌચર પરના દબાણો દૂર કરાવવા માટે જિલ્લા વિકાસ અધિકારીઓ અને સંબંધિત મીટીંગમાં આ બાબતે સમીક્ષા કરવામાં આવે છે. ગ્રામ પંચાયત કે તાલુકા વિકાસ અધિકારી દ્વારા નિયમાનુસાર દબાણ દૂર કરાવવાની કાર્યવાહી કરાવાશે તેવો પણ દાવો પંચાયત વિભાગે કરે છે.
તાજેતરમાં માલધારી યુવા ક્રાંતિ સેના દ્વારા ગોચરના દબાણને લઈને રાજ્ય સરકારનું નાક દબાવ્યું છે અને આવા દબાણો દૂર કરવામાં નહીં આવે તો આવતા દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. ગૌચર બચાવો અને ગૌ, ધન બચાવો ના નારા સાથે આગળ વધી રહેલી આ યુવા ક્રાંતિ સેનાની રોકવા રાજ્ય સરકારના પંચાયત વિભાગએ.રાજ્યના તમામ જિલ્લાઓમાં ગૌચર અને ગૌચર ના દબાણો ની વિગતો મંગાવી છે જેનો રિપોર્ટ આગામી તારીખ 28 ફેબ્રુઆરી સુધીમાં કરવાના આદેશ આપ્યા છે.
જિલ્લાદીઠ ગૌચરના દબાણો…
[table id=2 /]