જાણીતી કહેવત છે કે અમુક લોકો નેતૃત્વના ગુણો લઇને જ જન્મ લેતા હોય છે. સુરતમાં જ રહીને પાઈલટ બનવા સુધીની સફર સર કરનારી જાસ્મીન મિસ્ત્રી તે પૈકીની એક છે. સુરતનું જ અહોભાગ્ય કહેવાય કે કોઇ સુરતી પાઈલટ કે જેણે અત્યાર સુધી ચાર હજાર ફલાઇટ ઉડાવી હોય તે 16મી ફેબ્રુઆરીના રોજથી સુરત અને શારજાહ વચ્ચે શરૂ થનારી ફલાટ ઉડાવશે.
જાસ્મીનની માતા-પિતા સુરતના ઘોડદોડ રોડ સ્થિત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલી પાછળ જ આવેલી જીવકોર સોસાયટીમાં રહે છે. તેમની માતાએ જણાવ્યું હતું કે જાસ્મીન નાની હતી ત્યારથી જ આકાશમાં પ્લેન જોઇને કહેતી ‘ મમ્મી મારે આ ઉડાવવું છે ’, જાસ્મીનની બીજી એક ખાસિયત એ છે કે તે કોઈ કામને નાનુ ગણતી નથી. ખેતરમાં દવાનો છંટકાવ કરવાનો હોય, આંબા પરથી કેરી તોડવાની હોય કે ઘરે આવીને એક ગૃહિણીની જેમ કામ કરવાનું હોય. તે હંમેશા તત્પર રહેતી. નાનપણથી જ જાસ્મીન કાગળના પ્લેન ઉડાવીને પોતે જીવનમાં શું બનવા માગે છે તેનો ઇશારો આપી ગઈ હતી. ’
16મીથી ઉડનારી શારજાહ ફ્લાઇટ 80 ટકા ફુલ થઈ ગઈ છે. 186 સિટિંગ સામે 150 સિટ બુક થઈ ગઈ છે. બુકિંગ ખુ્લ્લી હોય તમામ 186 ટિકિટ વેચાઈ જાય એવી સંભાવના છે. રસપ્રદ બાબત એ પણ રહેશે કે શારજાહથી સુરત આવનારા લોકો કેટલાં હશે