પુલવામા આતંકવાદી હુમલા પછી ગઈકાલે રાત્રે જમ્મુ-કાશ્મીરમાં 11 કલાક સુધી ચાલેલા એન્કાઉન્ટરના આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ ગણાતા અબ્દુલ રસીદ ગાઝી અને તેના એક અન્ય સાગરીત કામરાનને ભારતીય સેનાએ ઠાર માર્યા હોવાથી લોકોમાં ઉત્સાહ ફેલાયો છે.
જોકે સંરક્ષણ વિભાગના સૂત્રો દ્વારા આ અંગે કોઇ સત્તાવાર નિવેદન કરવામાં આવ્યું નથી. પ્રાપ્ત માહિતી મુજબ એન્કાઉન્ટરમાં રાષ્ટ્રીય રાઈફલના એક મેજર સહિત 4 જવાન શહીદ થયા હોવાનું જાણવા મળે છે.
આતંકવાદી હુમલા પછી ભારતીય સેનાને મળેલી આ ખૂબ મોટી સફળતા છે જેને પગલે ગુજરાતના નાના ગામડાથી માંડીને અમદાવાદ વડોદરા રાજકોટ જેવા મોટા શહેરોમાં લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. જુદા જુદા યુથ ફેડરેશન અને યુવક મંડળ દ્વારા ભારતીય સેના ને અભિનંદન આપવા તને સલામી આપવા ના કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. મણીનગર યુથ ફેડરેશન હર્ષદ પટેલ જણાવે છે કે અગાસીને ભારતીય સેનાએ ઠાર મારતા આજે સાંજે મણિનગર અને વિસ્તારોમાં જુદાજુદા યુથ ફેડરેશન અને યુવક મંડળ દ્વારા ભારતીય સેનાને અભિનંદન આપવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે