સુરત એરપોર્ટ પરથી ઈમીગ્રેશન માટે ગરબડ-ગોટાળા કરી વિદેશ ભાગી જવાની કે સેટલ થવાની પેરવી કરતા નેપાળી કપલને પોલીસ પકડી લીઘું છે. સુરત પોલીસે પાસપોર્ટ અને ઈમીગ્રેશનમાં શંકા ઉભી થતાં કપલની પૂછપરછમાં યોગ્ય જવાબ નહીં મળતા કાર્યવાહી કરી છે.
વિગતો મુજબ બોગસ એનઓસીના આધારે નેપાળી કપલ શારજાહમાં જવા માંગતું હતું. કબુતરબાજીના આ કેસમાં પોલીસ અધિકારીઓને શંકા જતા નેપાળની એમ્બેસી ખાતે તપાસ કરવામાં આવી હતી. નેપાળની એમ્બેસીએ ચકાસણી કરતા સુરત પોલીસને નેપાળી કપલે બોગસ એનઓસી મેળવી હોવાનું બહાર આવ્યું હતું. એપોર્ટ પોલીસે નેપાળી ઈશ્વર પ્રસાદ અને બિમલા રોયની ધરપકડ કરી ડૂમસ પોલીસના હવાલે કર્યા હતા.
માહિતી મુજબ પોલીસે આ બન્ને કપલ વિરુદ્વ ઘૂષણખોરીનો કેસ પણ દાખલ કર્યો છે. આ કપલ નેપાળથી દિલ્હી ઉતર્યું હતું અને દિલ્હીથી સુરત આવ્યું હતું.. વિઝા એજન્ટે સુરતથી શારજાહમાં ઘૂસાડવાનો પ્લાન બનાવ્યો હોવાનું બહાર આવ્યું છે. સુરત પોલીસ વધુ તપાસ કરી રહી છે.