સ્ટોરન્ટની ગ્રેવી અને ચટણીમાં છુપાયેલી હોય છે ઘણી બધી ખાંડ; જાણો કેમ સંભાળીને ખાવું જોઈએ
શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમને દરેક સમયે સુસ્તી કે થાક કેમ લાગે છે? કદાચ તેની પાછળનું કારણ માત્ર મોડે સુધી જાગવું કે સવારે વહેલા ઉઠવું નથી, પરંતુ તમારા મનપસંદ ભારતીય ભોજનમાં છુપાયેલી ખાંડ હોઈ શકે છે.
એન્ડોક્રાઈનોલોજિસ્ટ્સનું કહેવું છે કે આપણે જે ભારતીય ખાદ્યોને “હેલ્ધી” સમજીએ છીએ, તેમાં પણ છૂપી શર્કરા (Hidden Sugar) અથવા હાઈ ગ્લાયસેમિક લોડ હોય છે, ખાસ કરીને જ્યારે તેને ખોટા કોમ્બિનેશન સાથે ખાવામાં આવે.
મીઠું ખાવાના નુકસાન
ભારતમાં ઘણા એવા ખાદ્ય પદાર્થો છે જે લોકો રોજ ખાય છે, પરંતુ તેમાં છુપાયેલી ખાંડ અથવા હાઈ કાર્બ લોડ હોય છે. આ વસ્તુઓ તમારા બ્લડ સુગરને તરત વધારે છે, જેનાથી:
ઇન્સ્યુલિન ઝડપથી વધે છે.
ચરબીનો સંગ્રહ વધે છે.
વજન વધવાની શક્યતા રહે છે.
ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ વધે છે.
આખો દિવસ થાક અને ભૂખ અનુભવાય છે.

આ ભારતીય ફૂડ્સમાં છુપાયેલી હોય છે ખાંડ
પોહા: લોકો તેને હલકો નાસ્તો માને છે, પણ તે રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ છે. જો તેને ખાંડવાળી ચા, મગફળી કે નમકીન સાથે ખાઓ, તો તે બ્લડ સુગર ઝડપથી વધારે છે.
ઇડલી: ઇડલી પણ હલકી હોય છે, પણ તે હાઈ-કાર્બ અને હાઈ-ગ્લાયસેમિક છે. સાંભાર ઠીક છે, પણ જો ઇડલીને નાળિયેરની ચટણી + ચા/કોફી સાથે ખાવામાં આવે, તો તે ઇન્સ્યુલિન સ્પાઇકનું કારણ બને છે.
ગ્રેવી: “ઘણી રેસ્ટોરન્ટ-શૈલીની કરી અને સોસ (જેમ કે બટર ચિકન, પનીર બટર મસાલા, કે કોરમા) માં ટમેટો કેચઅપ, ક્રીમ કે મીઠી પેસ્ટનો ઉપયોગ થાય છે જેમાં છૂપી ખાંડ હોય છે.”
પીણાં (Beverages): ઠંડા પીણાં, બોટલબંધ ફળોના રસ, મિલ્કશેક, એનર્જી ડ્રિંક્સ, અને ‘સ્વસ્થ’ ગણાતી પેકેજ્ડ લસ્સી કે ફ્લેવર્ડ દૂધમાં પણ પ્રતિ સર્વિંગ 5-8 ચમચી (20-30 ગ્રામ) ખાંડ હોઈ શકે છે.
સ્ટ્રીટ ફૂડ: “ચાટ, સમોસા છોલે અને પાણીપુરીમાં અવારનવાર મીઠી ચટણી અને ચાસણીનો ઉપયોગ થાય છે. સમય જતાં, આ ખાંડ એકઠી થાય છે અને સતત કેલરીની અધિકતા પેદા કરે છે, જેના પરિણામે ચરબી જમા થાય છે અને સ્થૂળતા વધે છે.“
આ છે ખાવાના ખોટા કોમ્બિનેશન
નીચે આપેલા કોમ્બિનેશનથી બ્લડ સુગર ઝડપથી વધે છે, ઇન્સુલિન લેવલ હાઈ થાય છે, ભૂખ વધુ લાગે છે અને સ્થૂળતા, PCOS, થાઇરોઇડ, ડાયાબિટીસનું જોખમ વધે છે:
ઇડલી + ચા/કોફી
પોહા + મીઠી ચા
પરાંઠા + બટાકા + દહીં
બ્રેડ + બિસ્કિટ
ઢોસા સાથે સોડાવાળી ડ્રિન્ક્સ

આ છે યોગ્ય કોમ્બિનેશન
ઇડલી: સાંભાર + શાકભાજી (Vegetable) સાથે
પોહા: મગના ફણગા (Moong Sprouts) / શાકભાજી સાથે
નાસ્તા પછી ચા/કોફી: 30 મિનિટ પછી લો.
કાર્બોહાઇડ્રેટ્સ સાથે હંમેશા પ્રોટીન + ફાઇબર ઉમેરો.
તમારા શરીરને માત્ર ખાંડવાળી મીઠાઈઓ જ નુકસાન નથી કરતી. રિફાઇન્ડ કાર્બ્સ (જેમ કે પોહા, ઇડલી, બ્રેડ) પણ શરીરમાં જઈને ખાંડની જેમ કામ કરે છે, ખાસ કરીને જ્યારે તેમને ખોટા સમયે અને ખોટા કોમ્બિનેશન સાથે ખાવામાં આવે.

