સંસ્કારીનગરી ને કલંક લગાવતી ઘટના માં વડોદરા ના 2 રિક્ષાવાળા એ મહારાષ્ટ્ર થી ભાગી ને આવેલી એકલી યુવતી ને રાત્રી ના સમયે અવાવરું મકાન માં ઉંચકી જઇ સામુહિક બળાત્કાર ગુજારતા ભારે ચકચાર મચી ગઇ છે.
વિગતો મુજબ મહારાષ્ટ્ર ના ઉમરા ગામની વતની એવી એક યુવતી ને પોતાની માતા સાથે ઝગડો થતા ઘરે પોતાની માસુમ પુત્રી ને મૂકી ટ્રેન માં બેસી મુંબઈના બાંદ્રા સ્ટેશન પહોંચી હતી,જ્યાંથી તે વડોદરા રેલવે સ્ટેશન પહોંચી હતી તેની પાસે પૈસા ખૂટી જતા તેણે ભીખ માંગી 50 રૂપિયા ભેગા કર્યા હતા,બાદ માં સુરેન્દ્ર નગર ની ટિકિટ લીધી હતી,દરમિયાન તે રેલવે સ્ટેશન બહાર નાસ્તો કરવા આવતા એકલી 25 વર્ષ ની યુવતી ને જોઈ ત્યાં હાજર રિકસા વાળા 2 ઈસમો ની દાનત બગડી હતી જેવો બંને જણા એ આ યુવતી ને રિકસમાં બેસાડી ગલીઓ માં ફરીને એક મકાન માં લઇ ગયા હતા જ્યાં બને એ આ નિસહાય યુવતી ઉપર બળાત્કાર ગુજારતા ભારે ચકચાર મચી ગઇ છે,નવાઈ વાત એ છે કે આ યુવતી ની ઈજ્જત લૂંટી લીધા બાદ યુવતી ને 100 રૂપિયા આપ્યા હતા.બનાવ અંગે મામલો પોલીસ મથક માં પહોંચતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.