રાજ્યમાં છેલ્લા 2 દિવસથી પડતર પ્રશ્ને ચાલી રહેલી એસટી બસની હડતાળ સમેટાઇ ગઇ છે. શુક્રવારે સાંજે વાહન વ્યવહાર પ્રધાન આર.સી.ફળદુ સાથેની યોજાયેલી બેઠક નિષ્ફળ ગયા બાદ મોડી રાત્રે ફરી એસટીની સંકલન સમિતીની સરકાર સાથે બેઠક યોજાઇ હતી. જેમાં સરકારે 7માં પગાર પંચની માંગણીને લઇને એક સપ્તાહમાં માગણીઓ સ્વિકારવાની લેખીતમાં બાંહેધરી આપ્યા બાદ એસટીની હડતાળ સમેટાઇ હતી.
કેટલાક ડ્રાઈવર-કન્ડક્ટરને યોગ્ય માહિતી ન મળતી હોવાથી તેઓ અસમંજસમાં મુકાયા. તેઓ ફરજ પર ન ચડવાની ચિમકી ઉચ્ચારી હતી. પહેલી બેઠક નિષ્ફળ રહ્યા બાદ બીજી બેઠક એક કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં સરકાર અને એસટી કર્મચારીઓ વચ્ચે સમાધાન થયું હતું. સંકલન સમિતિના અધિકારીઓએ મીડિયાને પણ સરકારે આપેલી લેખિત બાંહેધરી બતાવવાનો ઈનકાર કર્યો હતો.
આ કારણે ડ્રાઈવર-કન્ડક્ટરોએ જણાવ્યું કે, જ્યાં સુધી તેમને લેખિતમાં કોઈ પુરાવો બતાવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ફરજ પર હાજર થશે નહીં. તેમની હડતાળ ચાલુ રહેશે. સરકાર 7 દિવસમાં પડતર માગણીઓ ઉકેલવાની ખાતરી આપી છે.