ગુજરાતના 14 જિલ્લાઓમાં 58 જેટલી પરમીટ લિકર શોપ આવેલી છે. છેલ્લા પાંચ વર્ષમાં 58 લિકર પરમિટ શોપમાંથી 78.38 લાખ લીટર વિદેશી દારૂ અને 4.59 કરોડ લીટર જેટલું બિયરનું વેચાણ થયું છે. જોકે, આ તમામ મોરચે સુરતીઓ બાજી મારી જાય છે. છેલ્લા બે જ વર્ષની વાત કરીએ તો વર્ષ 2016 17 માં 5.16 કરોડ અને 2017-18 માં પાંચ કરોડ 50 લાખનો વિદેશી દારૂ સુરતની પરમીટ લિકર શોપમાંથી વેચાયો છે જે રાજ્યમાં અન્ય કોઈપણ જિલ્લા કરતા સૌથી વધારે છે.
કોંગ્રેસના નિરંજન પટેલે આ સંદર્ભે રાજ્ય સરકાર પાસે માહિતી માંગી હતી તેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કુલ 18 જેટલી પણ આવેલી છે જેમાંથી સૌથી વધારે 13 પરમીટ લિકર શોપ અમદાવાદમાં આવેલી છે. ઉપરાંત જામનગરમાં 8, વડોદરામાં 7, સુરતમાં 5, ગાંધીનગરમાં 3 અને આણંદમાં 3 પરમીટ લિકર શોપ આવેલી છે. જેની દારૂના વેચાણથી ગયા વર્ષની કુલ આવક 66. 47 કરોડ રૂપિયા થઇ હતી.
જેમાં સુરતની પાંચ પરમિટ લિકર શોપમાંથી વર્ષ 2016-17માં 5.16 કરોડ રૂપિયાની અને વર્ષ 2017-18માં 5.50 કરોડ રૂપિયાની વિદેશી દારૂના વેચાણથી આવક થઈ હતી. જયારે અમદાવાદમાં વર્ષ 2016-17માં 2.42 કરોડ અને વર્ષ 2017-18માં 2.34 કરોડ , રાજકોટમાં વર્ષ 2016-17માં 1.70 કરોડ અને વર્ષ 2017-18માં 2.31 કરોડ જયારે ભરૂચમાં વર્ષ 2016-17માં 2.29 કરોડ અને વર્ષ 2017-18માં 2.51 કરોડનું વિદેશી દારૂનું વેચાણ નોંધાયું છે. જેમાં સુરતીલાલાઓ મોખરે છે.